Site icon Revoi.in

ગુજરાતમાં ગુરૂવારે કોરોનાના 816 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 300ને પાર, બેના મોત,

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ધીમીગતિએ વધારો થઈ રહ્યો છે. અને ગુરૂવારે એક જ દિવસમાં વધુ 816 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 300થી વધુ કેસ નોંધાયા છે. જોકે, સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે અને ગુરૂવારે 745 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થયા હતા. જ્યારે બે દર્દીઓના મોત થયા છે. ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ 98.71 ટકા થઈ ગયો છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ નોંધાઈ હતાં

રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 5000ને પાર થઈ ગઈ છે. જ્યારે વેન્ટિલેટર પરના દર્દીની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં હાલમાં 5168 એક્ટિવ કેસ એક્ટિવ છે જેમાંથી 10 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આમ વેન્ટિલટેર પર રહેલા દર્દીઓની સંખ્યા હવે બે આંકડામાં પહોંચી ગઈ છે. જ્યારે 5158 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધી ગુજરાતમાં 12,29,700 લોકો કોરોનામાંથી સાજા થયા છે. જ્યારે 10,956 લોકોએ કોવિડ-19માં પોતાના જીવ ગુમાવ્યા છે.

રાજ્યમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે,  છેલ્લા 24 કલાકમાં આ આંકડો 300થી વધારે નોંધાયો છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં 312 નવા કેસ નોંધાયા છે. જ્યારે બે લોકોના મોત થયા છે. આ ઉપરાંત મહેસાણામાં 56, સુરત શહેરમાં 52, વડોદરા શહેરમાં 51, વડોદરા જિલ્લામાં 40, રાજકોટ શહેરમાં 36, સુરત જિલ્લામાં 25, કચ્છ જિલ્લામાં 24, પાટણ અને વલસાડમાં 21-21, ગાંધીનગર શહેરમાં 20, ભાવનગર શહેરમાં 18, આણંદ જિલ્લામાં 16, ભરૂચ જિલ્લામાં 15, રાજકોટ જિલ્લામાં 13, અમરેલી જિલ્લામાં 12, જામનગર શહેર અને નવસારીમાં 11-11 અને મોરબી જિલ્લામાં 10 કેસ નોંધાયા છે.

રાજ્યમાં રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. ગુજરાતમાં ગુરૂવારે સાંજે પાંચ વાગ્યા સુધી 2,10,623 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. રાજ્યમાં 18 વર્ષથી ઉપરના 1461 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 3845 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 15-17 વર્ષના 217 લોકોને પ્રથમ અને 661 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 12-14 વર્ષના 1880 લોકોને પ્રથમ અને 3755 લોકોને બીજો ડોઝ આપવામાાં આવ્યો હતો. 24,247 લોકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત 18-59 વર્ષના 1,74,557 લોકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધી ગુજરાતમાં કુલ 11,30,42,755 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.