Site icon Revoi.in

ગુજરાતમાં સરકારી કર્મચારીઓને રૂપિયા 290માં કોરોના વિરોધી રસીનો ત્રીજો (બુસ્ટર) ડોઝ અપાશે

Social Share

ગાંધીનગર :  રાજ્યમાં ફરીવાર કોરોનાના કેસમાં આંશિક ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે કોરોના વિરોધી વેક્સિનની ઝૂંબેશથી મોટાભાગના લોકોએ રસીના બે ડોઝ લઈ લીધા હોવાથી અન્ય રાજ્યોની તુલનાએ કોરોનાને કાબુમાં રાખવામાં સફળ રહ્યા છીએ, હવે જે લાકોએ કોરોના વિરોધી રસીનો બુસ્ટર ડોઝ લીધો નથી, તેવા લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્ય સરકારના સેવારત વિવિધ સંવર્ગના અધિકારીઓ અને કર્મચારીઓને 290 રૂપિયામાં કોરોના વિરોધી રસીનો ત્રીજો બુસ્ટર રોજ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ વહીવટી તંત્રના સરકારી કર્મચારીઓ માટે જુના અને નવા સચિવાલય ઉપરાંત ઉદ્યોગ ભવનમાં બુસ્ટર ડોઝ માટેના વિશેષ કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓને 290 રૂપિયામાં બુસ્ટર રોજ આપવાની કામગીરી હાલ ચાલી રહી છે જે અંતર્ગત છેલ્લા બે દિવસમાં અંદાજે 450થી વધુ સરકારી કર્મચારીઓએ 290 રૂપિયા આપીને બુસ્ટર ડોઝ લીધો હતો. ઉલ્લેખની છે કે સરકાર દ્વારા કોરોના વિરોધી રસીના બે ડોઝ વિના મૂલ્યે આપવામાં આવ્યા છે. તો બીજી તરફ સામાન્ય નાગરિકો માટે બુસ્ટર ડોઝના 386 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે .જ્યારે સરકારી કર્મચારીઓને માત્ર 290 રૂપિયામાં જ બુસ્ટર ડોઝ આપવામાં આવે છે.
ત્યારે રાજ્યના સામાન્ય નાગરિકોને પણ સરકારી કર્મચારીઓ ને જે ભાવે બુસ્ટર ડોઝ આપવામાં આવે છે તે જ 290 ન ભાવે સામાન્ય નાગરિકો ને બુસ્ટર ડોઝ સરકાર આપે તેવી માંગણી ઉભી થઇ છે. જોકે આ બાબતે રાજ્યનું આરોગ્ય તંત્ર હાલ આ અંગે કાઈ કહેવા માંગતું નથી. પણ આવનારા સમયમાં કેન્દ્ર સરકારની સૂચના મુજબ બુસ્ટર ડોઝ લેવાની રકમમાં આંશિક રાહત આપે તો નવાઈ નહીં .