Site icon Revoi.in

કચ્છમાં સરકારે ઊનની ખરીદી બંધ કરતા માલધારીઓની હાલત કફોડી

Social Share

ભુજ :  કચ્છ જિલ્લામાં માલધારીઓ પાસે પશુધનમાં ઘેટાઓ સંખ્યા સૌથી વધુ હોય છે. માલધારીઓ પશપાલનની સાથે ઘેટાના ઊન વેચીને આવક મેળવતા હોય છે. પરંતુ કોઈ કારણસર સરકારે ઊનની ખરીદી બંધ કરતા માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોરોનાના કાળમાં માલધારીઓને પણ સહન કરવું પડ્યું છે.  લાંબા સમયની સરકારે ઊનની ખરીદી બંધ કરી હોવાથી માલધારીઓની મુશ્કેલી વધી છે. પશુ માટે રઝળતા માલધારીઓ ન છૂટકે ઊન ફેંકી દેવાની ફરજ પડી રહી છે.

કચ્છમાં ઘેટાંના ઊનની ખરીદી બંધ થતાં માલધારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. લાંબા સમયથી ઘેટાં ઊન વિકાસ નિગમ દ્વારા ખરીદી ન થતી હોવાથી માલધારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા?છે. મોટા પશુઓથી જોડાયેલા માલધારીઓ દૂધનું વેચાણ કરી લે છે, પરંતુ નાના માલધારીઓ જે આના પર નિર્ભર છે તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા?છે.નિગમ દ્વારા પ્રાપ્ત વિગત પ્રમાણે સરકારે ખરીદીનું લક્ષ્યાંક આપ્યું ન હોવાની તેઓ ખરીદી કરી શકતા નથી. બીજી બાજુ માલધારીઓ કહે છે કે પહેલાં ઊનના કિલોદીઠ 40થી 50 રૂપિયા મળતા જેના બદલે હવે 10થી 12 રૂપિયામાં સંતોષ માનવો પડે છે. લાંબા સમયની ખરીદી બંધ હોવાથી માલધારીઓની મુશ્કેલી વધી છે. પશુ માટે રઝળતા માલધારીઓ ન છૂટકે આ ઊન ફેંકી દે છે. ગુજરાત ડીસા રાજસ્થાન તરફથી વેપારી ઊન લઇ જતા પરંતુ હમણા લોકડાઉનમાં તેઓ પણ બંધ થઇ ગયા છે. રાજ્ય સરકાર ટેકાના ભાવે વહેલીતકે ઊન ખરીદી શરૂ કરે તેવી માંગણી માલધારીઓ કરી રહ્યા છે.