Site icon Revoi.in

યુપીના મહોબામાં પીએમ મોદી આજે ‘ઉજ્જવલા યોજના 2.0’ નો વર્ચ્યૂઅલ રીતે આરંભ કરશે, આ પ્રસંગે પેટ્રોલિયમ મંત્રી સાથે સીએમ યોગી હાજર રહેશે

Social Share

 

લખનૌઃ આજરોજ 10 ઓગસ્ટના દિવસે પીએમ મોદી ઉત્તર પ્રદેશની વીરભુમિ ગણાતા મહોબામાં ગરીબી રેખા નીચે જીવતા ગરીબ પરિવારો માટે ઉજ્જવલા 2.0 નું વર્ચ્યુઅલ રીતે શુભઆરંભ કરશે.આ સાથે જ પ્રધાનમંત્રી મોદી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરશે.

આજ રોજના યોજાનારા  આ કાર્યક્રમના પ્રારંભ સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી સાથે મંગળવારે સવારે 11 વાગ્યેન 55મિનિટે પોલીસ લાઈન ગ્રાઉન્ડ પર હેલિકોપ્ટરથી ઉતરશે.

આ સમગ્ર કાર્યક્રમ માટે યુપીના મુખ્યમંત્રીનો મિનિટ-ટુ-મિનિટનો કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી, રાજ્ય પેટ્રોલિયમ મંત્રી રામેશ્વર તેલી પણ કાર્યક્રમમાં હાજર રહેશે. કાર્યક્રમમાં પ્રભા

સીએમ યોગીનો કાર્યક્રન આ મુજબનો રહેશે

યુપીના મહોબામાં સીએમ યોગી આદિત્યનાથ, પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી પોલીસ લાઈન ગ્રાઉન્ડ પર હાજર રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા અધિકારીઓ તૈનાત કરાયા છે.આ પહેલા યઅહીં સમગ્ર તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે.