Site icon Revoi.in

બે વર્ષમાં ઈ-વાહનોની કિંમત પેટ્રોલ વાહનો બરાબર થઈ જશેઃ નીતિન ગડકરી

Social Share

નવી દિલ્હીઃ સરકાર સતત ઈલેક્ટ્રીક અને હાઈબ્રિડ વાહનો ઉપર ફોકસ કરી રહી છે અને આગામી બે વર્ષની અંદર ઈલેક્ટ્રીક વાહનોની કિંમત પેટ્રોલ વાહનો બરાબર થઈ જશે, તેવો આશાવાદ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, ઈલેક્ટ્રીક કાર રોડ ઉપર અત્યાર સુધી બંધ થઈ નથી. તમારી કાર લગભગ 400 કિમી સુધીની ડ્રાઈવિંગની રેન્જ છે. અમે દિલ્હીથી મુંબઈ વચ્ચે હાઈવે ઉપર 670 જગ્યાઓ ઉપર ચાર્જિંગ પોઈન્ટ બનાવવામાં આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી 70 ટકા ચાર્જિંગ પોઈન્ટ ઉભા કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઉપયોગમાં લેવાનાર ઈ-બસો માટે પણ અમે હાઈવે પર કેબલ ચાર્જિંગ ઈફ્રા તૈયાર કર્યું છે. જેથી ટ્રેનોની જેમ બસો પણ દોડશે.

નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ઈ-કારમાં લોકોનો વિશ્વાસ વધ્યો છે. જેમ જેમ ઈ-વાહનોની સંખ્યા વધતાની સાથે તેની કિંમતમાં પણ ઘટાડો થયો છે. બે વર્ષની અંદર પેટ્રોલ અને ઈ-વાહનોની કિંમત લગભગ સમાન થઈ જશે.

તેમણે વધુમાં કહ્યું કે, હાલના સમયમાં દેશમાં 30 કરોડ ઓટોમોબાઈલ વાહન છે. જ્યારે ઈ-વાહનોની સંખ્યામાં 50 સુધી પહોંચી છે, અને ઝડપથી ઈ-વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં ઈ-વાહનોની માંગણી વધવાની સાથે વેટિંગમાં પણ વધારો થઈ રહ્યો છે.