Site icon Revoi.in

શિયાળામાં બનાવો ગોળ વાળી ચા, અનેક ફાયદા સહીત સુગર થવાની શક્યતા ઘટે છે

Social Share

તમને દરેક ઘરમાં ચાના પ્રેમીઓ જોવા મળે જ છે, પરંતુ બદલાતી જીવનશૈલીને કારણે તમને એવા ઓછા લોકો મળશે જેઓ સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે શોખની સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની ટિપ્સજણાવીશું.

ઘણા લોકોને ચા પીવાની આદત હોય છે. કેટલાક લોકો એવા છે જેઓ દિવસમાં ચાર-પાંચ કપ ચા પણ પીવે છે. શિયાળામાં ચાની આ લત વધુ વધી જાય છે અને પછી લોકો એ પણ નથી જાણતા કે તેઓ દિવસમાં કેટલા કપ ચા પીવે છે, તો શા માટે આવી ચા ન પીવી જોઈએ, જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો કે ગોળની ચા દરેક ઋતુમાં પી શકાય છે, પરંતુ શિયાળામાં તેને પીવી વધુ ફાયદાકારક છે. ગોળની ચા પીવાના ઘણા ફાયદા છે. માત્ર ગોળ જ નહીં, ગોળની ચા અનેક રોગોની દવા પણ છે.

ગોળમાં વિટામિન A અને B, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, સુક્રોઝ, ગ્લુકોઝ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે, તેથી ગોળની ચા પીવાથી હાડકાં મજબૂત થાય છે

ગોળનું સેવન કરવાથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. ગોળની ચા બનાવવી પણ સરળ છે. ગોળની ચામાં કેટલીક આયુર્વેદિક વસ્તુઓ ભેળવીને પીવાથી તે એક દવાની જેમ કામ કરે છે. તમને જણાવી દઈએ કે ગોળનો સ્વાદ ગરમ હોય છે, તેથી શિયાળાની ઋતુમાં ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે. તે શરીરને ગરમ કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું સાધન માનવામાં આવે છે.

ગોળની ચા પીવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. આ સાથે છાતીમાં બળતરાની સમસ્યામાં પણ રાહત મળે છે. મગોળમાં કૃત્રિમ સ્વીટનર બહુ ઓછું હોય છે. ખાંડની તુલનામાં, તેમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. આ રીતે શિયાળામાં ગોળની ચા ફાયદાકારક છે.

જો તમને વારંવાર થાક લાગે તો પણ તમે ગોળની ચાનું સેવન કરીને આ સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો. ગોળની ચા એનર્જી આપે છે અને સાથે જ શરીરની ઉણપને પણ દૂર કરે છે.
ગોળની ચામાં શરીરને ડિટોક્સ કરવાનો ગુણ હોય છે. જે લોકોને ગળા અને ફેફસામાં વારંવાર ઈન્ફેક્શન રહેતું હોય તેઓને ગોળની ચા પીવી ખૂબ જ ફાયદાકારક રહેશે.

ગોળનો સ્વાદ ગરમ હોય છે. તે શરીરને ગરમ કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું સાધન માનવામાં આવે છે. ઠંડીમાં ગોળની ચા પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. આ માટે તમે આદુ, કાળા મરી અને તુલસીના પાન ઉમેરીને ગોળની ચા પીવો. આના સેવનથી તમે કફ અને શરદીની સમસ્યાને દૂર કરી શકો છો.