કેન્સર જેવી જીવલેણ બીમારીનું નામ સાંભળતા જ મગજમાં મૃત્યુનો વિચાર આવવા લાગે છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જો આપણે આપણા આહારને સંતુલિત રાખીએ અને કેટલીક આરોગ્યપ્રદ વસ્તુઓનું સેવન કરીએ તો કેન્સરનો ખતરો ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. આ ખાદ્યપદાર્થો તમારા શરીરને સપોર્ટ સિસ્ટમ પ્રદાન કરે છે અને એકંદર આરોગ્ય વિકસાવવામાં મદદ કરે છે, તેમજ કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે.
બ્લુબેરી, સ્ટ્રોબેરી, રાસ્પબેરી, બ્લેકબેરીઃ એન્થોકયાનિન અને એલાજિક એસિડ જેવા એન્ટીઑકિસડન્ટોથી બ્લુબેરી, સ્ટ્રોબેરી, રાસબેરી, બ્લેકબેરી સમૃદ્ધ છે, જે કેન્સરને રોકવામાં મદદ કરે છે.
ખાટા ફળો (નારંગી, લીંબુ, દ્રાક્ષ): આ ફલોમાં વિટામિન સી, ફ્લેવોનોઈડ્સ અને લિમોનોઈડ્સ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારવા અને ટ્યૂમરના ગ્રોથને અટકાવવામાં મદદ કરે છે.
દાડમઃ તેમાં ઈલાજિક એસિડ અને પોલિફીનોલ્સ હોય છે જેમાં કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે, જે પ્રોસ્ટેટ અને સ્તન કેન્સરના જોખમોને ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે.
પપૈયાઃ બીટા-કેરોટીન, લાઇકોપીન અને વિટામિન સીથી ભરપૂર, પપૈયા કોષોને રિપેર કરવામાં મદદ કરે છે અને ઓક્સિડેટીવ તણાવને અટકાવે છે.