Site icon Revoi.in

રાજસ્થાન, છત્તીસગઢ સહીતના રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધાયો વધારો – દેશના 4 પ્રમુખ શહેરોના ભાવ યથાવત

Social Share

ઉદયપુરઃ- દેશભરમાં પેટ્રોલ ડિઝલના ભાવ 100 રુપિયાને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે હાલ પણ કેટચલાક રાજ્યોમાં સતત ભાવમાં વધારો જોવા મળી રહ્ય ોછે ત્યારે રાજસ્થાન અને છતત્ીસગઢ જેવા ઉત્તરના રાજ્યોને ફરી એક વાર મોંધવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે વૈશ્વિક બજારમાં આજે કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ $0.05 (0.07%) ઘટીને $93.50 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. તો બીજી તરફ સરકારી તેલ કંપનીઓએ દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા દર જારી કર્યા છે, આ સિવાય મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને કેરળમાં પણ ઈંધણના ભાવમાં થોડો ઘટાડો થયો છે. તે જ સમયે, ગુજરાત, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ-ડીઝલ થોડું મોંઘું થયું છે. દેશના 4 મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

નવી કિમંતો પ્રમાણે રાજસ્થાનમાં પેટ્રોલ 0.48 રૂપિયા વધીને 109.10 રૂપિયા પ્રતિ લીટર થઈ ચૂક્યું છે અને ડીઝલ 0.43 રૂપિયા વધીને 94.28 રૂપિયા થઈ ગયું છે. 

જો છત્તીસગઢની વાત કરીએ તો અહીં પણ મ પેટ્રોલ 0.60 રૂપિયા વધીને 103.58 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 0.59 રૂપિયા વધીને 96.55 રૂપિયા થઈ ગયું છે. 

આ સાથે જ પંજાબમાં પેટ્રોલની કિંમત 0.30 રૂપિયા ઘટીને 96.59 રૂપિયા પર પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલ અહીં 0.30 રૂપિયા સસ્તું 86.94 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે