Site icon Revoi.in

અંગદાન અંગે લોકોમાં જાગૃતિ વધી, એક વર્ષમાં 15 હજારથી વધારે અંગોનું પ્રત્યારોપણ

Social Share

નવી દિલ્હીઃ ઓર્ગન ડોનેશન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેક્ટરમાં સુધારા માટે દૂરદર્શી માળખાકીય ફેરફારોની તૈયારી કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે અંગ દાન અને ટ્રાન્સપ્લાન્ટની સ્થિતિની સમીક્ષા કરતા, ડૉ. ભારતી પ્રવિણ પવાર, એમઓએસ (આરોગ્ય)ની હાજરીમાં આ અંગેના નિર્દેશો આપ્યા હતા. દેશમાં અંગ પ્રત્યારોપણમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2013માં પાંચ હજાર અંગનું પ્રત્યારોપણ કરાયું હતું. જેની સામે વર્ષ 2022માં 15 હજારથી વધારે અંગનું પ્રત્યારોપણ કરાયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “મન કી બાત” કાર્યક્રમના 99મા એપિસોડમાં દેશવાસીઓને અંગદાનના ઉમદા હેતુ માટે આગળ આવવા આહવાન કર્યું હતું. આનાથી દેશમાં અંગદાનને નવી ગતિ મળી છે. દેશમાં કુલ અંગ પ્રત્યારોપણની સંખ્યા વર્ષ 2013માં 5000 કરતાં ઓછી હતી તે વર્ષ 2022માં વધીને 15000થી વધુ થઈ ગઈ છે. હવે, અંગ અને પેશીઓના નેટવર્ક દ્વારા રાષ્ટ્રીય (NOTTO), પ્રાદેશિક (ROTTO) અને રાજ્ય સ્તર (SOTTO) પર ટ્રાન્સપ્લાન્ટ સંસ્થાઓના વધુ સારા સંકલનને કારણે મૃત દાતા દીઠ વધુ અંગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2016માં 930 મૃત દાતાઓમાંથી 2265 અંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યારે વર્ષ 2022માં 904 મૃત દાતાઓમાંથી 2765 અંગોનો ઉપયોગ થઈ શક્યો હતો.

NOTTO હોસ્પિટલોમાં અંગ દાન અને ટ્રાન્સપ્લાન્ટેશન પ્રોગ્રામના અમલીકરણ માટે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા તરીકે ટ્રાન્સપ્લાન્ટ મેન્યુઅલ પર કામ કરી રહ્યું છે અને ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર્સની તાલીમ માટેના માનક કોર્સ પર પણ કામ કરી રહ્યું છે. આ બંને દસ્તાવેજો ટૂંક સમયમાં પૂર્ણ કરીને બહાર પાડવામાં આવશે. પ્રોગ્રામના વધુ સારી રીતે અમલીકરણ માટે NOTTO માં સંકલન, IEC, તાલીમ અને HR/એકાઉન્ટ માટે ચાર વર્ટીકલ બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓ, જેઓ જાહેર હિતમાં વિશેષ કલ્યાણના પગલા તરીકે અન્ય માનવીને અંગ દાન કરે છે તેને સરકાર દ્વારા 42 દિવસ સુધીની વિશેષ કેઝ્યુઅલ રજાઓ મંજૂર કરી છે.

Exit mobile version