Site icon Revoi.in

ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026: 520 GW ની ક્ષમતા સાથે ભારત ઊર્જા ક્ષેત્રે સ્વનિર્ભરતા તરફ

Social Share

નવી દિલ્હી, 20 માર્ચ 2026: દેશના આર્થિક વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વીજળીને પાયાની જરૂરિયાત ગણાવતા, ‘ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026’ ના બીજા દિવસે (20 માર્ચ, 2026) કેન્દ્રીય ઊર્જા મંત્રી મનોહર લાલની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ‘વિકસિત ભારત 2047’ ના વિઝનને સાકાર કરવા માટે ઊર્જા ક્ષેત્રે જરૂરી સુધારા અને ભાવિ વ્યૂહરચનાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકને સંબોધતા કેન્દ્રીય મંત્રી મનોહર લાલે જણાવ્યું હતું કે, ભારત આજે 520 GW (ગીગાવોટ) થી વધુ સ્થાપિત વીજ ક્ષમતા ધરાવે છે. તેમણે DISCOM (વીજ વિતરણ કંપનીઓ) ના સુધારેલા પ્રદર્શન અને દેશમાં વીજળીની અછતમાં થયેલા નોંધપાત્ર ઘટાડાને મોટી સિદ્ધિ ગણાવી હતી. તેમણે રાજ્યોને અપીલ કરી હતી કે સસ્તું અને કાર્યક્ષમ વીજ ઉત્પાદન તથા વિતરણ સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સાથે મળીને કામ કરે. BES 2026 આ વિઝન હાંસલ કરવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત માથાદીઠ ઊર્જા વપરાશ વધારવાની સાથે નવીનકરણીય ઊર્જા તરફ ઝડપથી આગળ વધવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો. તેમજ સ્વચ્છ ઊર્જા માટે પરમાણુ ઊર્જાના મહત્વને સ્વીકારી ‘શાંતિ એક્ટ’ને એક ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું..

ઊર્જા રાજ્ય મંત્રી શ્રીપદ નાઈકે પાવર સેક્ટરમાં પરિવર્તન લાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને નવી ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટને આધુનિકીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે ગર્વ સાથે નોંધ્યું હતું કે ભારતની કુલ સ્થાપિત ક્ષમતાનો અડધો ભાગ હવે બિન-અશ્મિભૂત ઈંધણ સ્ત્રોતોમાંથી આવે છે. બેઠકમાં નવી નેશનલ ઇલેક્ટ્રિસિટી પોલિસીના ડ્રાફ્ટ પર પણ ચર્ચા કરવામાં આવી હતી, જે આગામી દાયકાઓમાં દેશની વધતી ઊર્જા માંગને પહોંચી વળવા માટે દિશાસૂચક બનશે. પાવર સેક્રેટરી પંકજ અગ્રવાલ અને MNRE સેક્રેટરી સંતોષ કુમાર સારંગીએ પણ સામૂહિક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચોઃ મ્યાનમારમાં ચાલી રહી છે ભારત વિરુદ્ધ આતંકી ટ્રેનિંગ, ISI ને મળ્યો તુર્કીનો સાથ

Exit mobile version