Site icon Revoi.in

ભારત વિશ્વમાં ઉત્પાદન ક્ષેત્રે બીજા નંબરનું સૌથી આકર્ષક સ્થળઃ નીર્મલા સીતારમણ

Social Share

નવી દિલ્હીઃ દેશની આર્થિક સ્થિતિ પર રાજ્યસભામાં ટૂંકા ગાળાની ચર્ચાનો જવાબ આપતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ભારત વિશ્વમાં ઉત્પાદન ક્ષેત્રે બીજા નંબરનું સૌથી આકર્ષક સ્થળ છે. મંગળવારે ગૃહમાં શરૂ થયેલી ચર્ચાનો જવાબ આપતાં તેમણે ઉદ્યોગ ક્ષેત્રે દેશની સિદ્ધિઓ પણ ગણાવી હતી.

નાણામંત્રીએ કહ્યું હતું કે, આ વર્ષે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં લગભગ 22 ટકાનો વધારો થયો છે જ્યારે GSTનું માસિક કલેક્શન 1 લાખ 60 હજાર કરોડ રૂપિયા પર સ્થિર રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ તમામ સંકેતો આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. તેમણે કહ્યું કે, જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન જીડીપી વૃદ્ધિ જોવા મળી હતી અને ભારત સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહ્યું હતું. નાણામંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વની ત્રીજી અને ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો.  ભારત માટે બીજા ક્વાર્ટરમાં સાત પોઈન્ટ છ ટકાનો વિકાસ દર હાંસલ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. તેમણે કહ્યું કે, મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ – PLI સ્કીમ્સને કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટર હવે ઈકોનોમીમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, 2017-18માં બેરોજગારીનો દર 17.8 ટકાથી ઘટીને 10 ટકા થયો છે અને સરકારે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ઘણા પગલાં લીધા છે.

Exit mobile version