Site icon Revoi.in

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચઃ ભારતીય બેસ્ટમેન શુભમન ગિલનું અમદાવાદમાં આગમન

Social Share

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. 14મી ઓક્ટોબરના રોજ આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપની ભારત અને પાકિસ્તાનની હાઈપ્રોફાઈલ મેચ રમાશે. દરમિયાન પાકિસ્તાનની ટીમ ગઈકાલે જ હવાઈ માર્ગે અમદાવાદ આવી પહોંચી હતી. દરમિયાન ભારતીય ટીમના વિસ્ફોટક બેસ્ટમેન શુભમન ગિલ અમદાવાદ આવી પહોંચ્યો હતો. શુભમન ગિલ બીમારીને પગલે વર્લ્ડકપની ભારતની પ્રથમ મેચ રમી શક્યો ન હતો. ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા અને બીજા મેચ ગઈકાલે અફઘાનિસ્તાન સાથે રમાઈ હતી.

ભારતીય બેસ્ટમેન શુભમન ગિલ અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ હોટલ રવાના થયાં હતા. ગિલ પાસે ફિટનેસ હાસલ કરવા માટે બે દિવસનો સમય બાકી છે. જો ગિલ ફીટ હશે તો તે પાકિસ્તાન સામેની મેચમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા આવે તેવી શકયતાઓ જોવામાં આવી રહી છે. જો ગિલને પ્લેઈંગ 11માં સ્થાન આપવામાં આવશે તો પાકિસ્તાન સામેની મેચમાંથી ક્યાં પ્લેયરને પડતો મુકવામાં આવે છે તે જોવુ રહ્યું. અમદાવાદ એરપોર્ટ આવેલા શુભમન ગિલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ મોઢા ઉપર માસ્ક લગાવેલો જોવા મળે છે અને સુરક્ષા જવાનો તેને એરપોર્ટથી બહાર લઈ જતા હોવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ આઈસીસીનો વિશ્વકપ રમાઈ રહ્યો છે. વર્લ્ડકપના પોઈન્ટ ટેબલ અનુસાર પ્રથમ સ્થળ પર ન્યૂઝીલેન્ડ અને બીજા સ્થાન ઉપર ભારતનો સમાવેશ થાય છે. જ્યારે ત્રીજા ક્રમ ઉપર હાલ પાકિસ્તાન છે. દરમિયાન 14મી ઓગસ્ટના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત-પાકિસ્તાનની મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.