Site icon Revoi.in

ભારતઃ લોકોને દર મહિને વિજળીના 300 યુનિટ મફત મળશે

Social Share

 નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે ‘PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે,  “લોકોના ટકાઉ વિકાસ અને સુખાકારી માટે, અમે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના શરૂ કરી રહ્યા છીએ.”

તેમણે કહ્યું, “રૂ. 75,000 કરોડથી વધુના રોકાણ સાથેનો આ પ્રોજેક્ટ, દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને રોશનીથી પ્રકાશિત કરવાનો લક્ષ્યાંક છે.” વડા પ્રધાને જણાવ્યું હતું કે, લોકોની બેંકમાં સીધી રકમ આપવામાં આવે છે. લોકોને બેંક ખાતામાં સીધી જમા થતી સબસીડીને લઈને બેંક લોન અંગે કેન્દ્ર સરકાર એ સુનિશ્ચિત કરશે કે લોકો પર ખર્ચનો બોજ ન પડે.

તેમણે કહ્યું, “તમામ હિતધારકોને રાષ્ટ્રીય ઓનલાઈન પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવશે જે વધુ સુવિધામાં વધારો કરશે.” મોદીએ જણાવ્યું હતું કે શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોએ તેમના અધિકારક્ષેત્રમાં યોજનાને પાયાના સ્તરે લોકપ્રિય બનાવવાની જરૂર પડશે. છત પરની ઊર્જાને પ્રોત્સાહન આપવામાં આવશે. “તેમજ, આ યોજના લોકો માટે વધુ આવક પેદા કરશે, વીજળીના બિલમાં ઘટાડો કરશે અને રોજગારીનું સર્જન કરશે.” વડા પ્રધાને તમામ રહેણાંક ગ્રાહકો, ખાસ કરીને યુવાનોને સૌર ઉર્જા અને ટકાઉ પ્રગતિને પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી.