Site icon Revoi.in

તુર્કી સાથે ઉભું છે ભારત,મદદ કરવા માટે તૈયાર:પીએમ મોદી  

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીમાં આવેલા ભયાનક ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો છે.પીએમ મોદીએ કહ્યું કે તુર્કીમાં ભૂકંપના કારણે થયેલા મૃત્યુ અને જાનમાલના નુકસાનથી તેઓ દુખી છે.શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના, ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના.ભારત તુર્કીના લોકો સાથે એકતામાં ઊભું છે અને આ દુર્ઘટનાનો સામનો કરવા માટે તમામ શક્ય મદદ કરવા તૈયાર છે.

તુર્કી અને સીરિયામાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 હતી.જેમાં બંને દેશોમાં મૃત્યુઆંક વધીને 195 થઈ ગયો છે.તુર્કીમાં અત્યાર સુધીમાં 76 લોકો માર્યા ગયા છે જ્યારે સીરિયામાં 42 લોકો માર્યા ગયા છે.મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.

જર્મન રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો અને તેનું કેન્દ્ર ગાઝિયાંટેપ શહેરની નજીક હતું.બંને દેશોમાં ઘણી જગ્યાએ સેંકડો ઈમારતો ધરાશાયી થઈ છે અને મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.