Site icon Revoi.in

ભારતમાં દર વર્ષે આફ્રિકાથી 12 ચિત્તાઓ લાવવામાં આવશે, દક્ષિણ આફ્રિકા સાથે થયાં કરાર

Social Share

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાએ દર વર્ષે આફ્રિકાના 12 ચિત્તાઓ ભારતને આપવા માટે કરાર કર્યા છે. સમજૂતી કરાર અનુસાર, આવતા મહિને 12 ચિત્તાઓની પ્રારંભિક બેચ દક્ષિણ આફ્રિકાથી ભારત લાવવામાં આવશે. ગયા વર્ષે નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલા આઠ ચિત્તાઓ બાદ હવે વધુ ચિત્તાઓ લાવવા માટે આ કરાર કર્યા છે.

છેલ્લી સદીમાં અતિશય શિકાર અને વસવાટની સમસ્યાઓના કારણે ભારતમાં ચિત્તોની પ્રજાતિ લુપ્ત થઇ ગઈ હતી. પરિણામે સરકારે બહારથી ચિત્તાની પ્રજાતિ ભારતમાં લાવવા માટે નામિબિયા અને આફ્રિકા સાથે કરાર કર્યા છે. આ કરારની દર પાંચ વર્ષે સમીક્ષા કરવામાં આવશે. પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ પ્રોજેક્ટ ચિતાને પ્રોત્સાહક અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ગર્વની વાત ગણાવી હતી. એક ટ્વિટમાં, તેમણે કહ્યું કે, ચિત્તાઓને પુનઃસ્થાપિત કરવા એ પીએમ નરેન્દ્ર મોદીની સરકાર માટે દૂરોગામી પ્રાથમિકતા છે. મંત્રીએ કહ્યું કે, ભારત દક્ષિણ આફ્રિકાથી ચિત્તાઓને આવકારવા માટે ઉત્સુક છે.

રિપબ્લિક ઓફ સાઉથ આફ્રિકા અને રિપબ્લિક ઓફ ઈન્ડિયાએ એશિયાઈ દેશમાં ચિત્તાના પુનઃપ્રાપ્તિમાં સહકાર આપવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. કરાર મુજબ, ફેબ્રુઆરી 2023 દરમિયાન 12 ચિત્તાઓની પ્રારંભિક બેચ દક્ષિણ આફ્રિકાથી ભારતમાં લાવવામાં આવશે. આ ચિતાઓ 2022 દરમિયાન નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલા આઠ ચિત્તાઓ સાથે જોડાશે. આગામી આઠથી 10 વર્ષ માટે વાર્ષિક 12 ચિત્તા સ્થળાંતર કરવાની યોજના છે. આ એમઓયુની શરતોની સુસંગતતા સુનિશ્ચિત કરવા દર પાંચ વર્ષે તેની સમીક્ષા કરવામાં આવશે.