Site icon Revoi.in

તુર્કીની મદદ માટે ભારતીય સેનાના એરક્રાફ્ટે પાકિસ્તાનની ઉપરથી ઉડાન ભરવાનું ટાળ્યું, જાણો કારણ..

Social Share

નવી દિલ્હીઃ ભૂકંપગ્રસ્ત તુર્કી અને સીરિયામાં રાહત અને બચાવ કાર્ય માટે ભારતે પોતાની વાયુ સેના અને એનડીઆરએફની ટીમ મોકલી છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, ભારતીય વાયુ સેનાનું વિમાન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરી નથી રહ્યાં. માનક સંચાલિક પ્રક્રિયા અનુસાર ભારતીય સૈન્ય વિમાન પડોશી દેશ ઉપરથી ઉડાન નથી ભરી રહ્યું.

ભારતીય વાયુ સેનાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, માનક સંચાલન પ્રક્રિયા અનુસાર ભીરતીય વાયુ સેનાના વિમાન પાકિસ્તાનના ઉપરથી ઉડાન ભરવાનું ટાળી રહ્યું છે. અમારા વિમાન યુરોપ તથા પશ્ચિમ એશિયાની તરફ જવા માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્રથી બચવા માટે ગુજરાત તરફથી ઉડાન ભરીને લાંબો રસ્તે પસાર થાય છે. પાકિસ્તાને ભારતીય વાયુ સેનાને હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ નહીં કરવા દીધું હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી. જેથી ભારતીય વાયુસેનાએ સ્પષ્ટતા કરી હતી.

ભારતીય રાહત સામગ્રી અને કર્મચારીઓનો પહેલો લોટ 7મી ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુ સેના સી-17 ગ્લોબમેટર વિમાન મારફતે તુર્કી પહોંચ્યો છે. જ્યારે અન્ય વિમાન માર્ગમાં છે. રિપોર્ટ અનુસાર ભારતીય સેના 99 મેડિકલ ટીમ સાથે 30 બેટવાળુ એક ફિલ્ટ હોસ્પિટલ તુર્કીમાં તૈયાર કરી રહ્યાં છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, બીજુ સી-17માં એનડીઆરએફની ટીમો ડોગ સ્કવોડ તથા બચાવ કામગ્રી તથા અન્ય વાહનો સાથે તુર્કી માટે રવાના થયું છે. ભારત જરુરતના સમયમાં તુર્કીની પ્રજાને સમર્થન આપવાનું ચાલુ રાખશે.