Site icon Revoi.in

હાંકી કઢાયેલા સૈન્ય જવાનો અંગે ભારતીય સેનાએ કરી સ્પષ્ટતા, જાણો પૂરી વિગત

Indian Army clarifies about expelled soldiers, know full details

Indian Army clarifies about expelled soldiers, know full details

Social Share

રિવોઈ ન્યૂઝ, 22 મે, 2026ભારતીય સૈન્ય દ્વારા આજે એક અસાધારણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સૈન્યના સત્તાવાર એક્સ હેન્ડલ ઉપર સેનામાંથી હાંકી કઢાયેલા અથવા સેનાની નોકરી છોડી ચૂકેલા કેટલાક લોકોના વીડિયોને પગલે ભારતીય સૈન્યે આ સ્પષ્ટતા કરી છે.

સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે, મીડિયા અને સોશિયલ મીડિયામાં એક પત્રકાર પરિષદનો જે વીડિયો ફરી રહ્યો છે તે વાસ્તવમાં ભારતીય સૈન્યની છબિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે.

આ એક્સ પોસ્ટમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે, વીડિયોમાં દેખાતા વ્યક્તિઓ – ચંદુ ચવાણ, હરેન્દ્ર યાદવ અને પી. નરેન્દર- એ ત્રણેને ગેરશિસ્ત બદલ તથા સૈનિકને છાજે નહીં એવી વર્તણૂક બદલ હાંકી કાઢવામાં આવેલા છે. જ્યારે વીડિયોમાં દેખાતો ચોથો વ્યક્તિ – શંકર સિંહ ગુજ્જર જાતે સેનાની નોકરી છોડી ગયેલો છે અને એ બદલ તેની વિરુદ્ધ લશ્કરી અને સિવિલ કોર્ટમાં કાર્યવાહી ચાલે છે.

આ વ્યક્તિઓ તેમની પોતાની ગેરશિસ્ત અને ગેરવર્તણૂકને છૂપાવવા માટે ઈરાદાપૂર્વક ખોટી, બદઈરાદાયુક્ત અને ગેરમાર્ગે દોરનારી વાતો ફેલાવી રહ્યા છે.

દેશના નાગરિકોને આવા લોકોની ખોટી વાતોથી ભરમાઈ નહીં જવાની વિનંતી કરતા ભારતીય સૈન્ય 2024માં આ લોકો વિરુદ્ધ લીધેલાં પગલાંનો પુરાવો પણ મૂક્યો છે.

કોણ છે લોકો?

આર્મ્ડ ફોર્સિસ ફેક્ટ ચેક હેન્ડલના જણાવ્યા અનુસારઃ

ચંદુ ચવાણને ગેરશિસ્ત બદલ પાંચ વખત રેડમાર્ક મળ્યા બાદ 25 જુલાઈ 2024ના રોજ હાંકી કાઢવામાં આવ્યો હતો.
હરેન્દ્ર યાદવને ગેરશિસ્ત બદલ 27 જાન્યુઆરી 2024ના રોજ સૈન્યમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.
શંકરસિંહ ગુજ્જર પોતે નવેમ્બર 2024માં સેનાની નોકરી છોડી ચાલ્યો ગયો હતો.
પી. નરેન્દરને ગેરશિસ્ત બદલ સૈન્યમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.

મામલો શું છે?

મીડિયા અને સોશિયલ મીડિયામાં જોઈ શકાય છે કે કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને લાલુ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દળના મનોજ ઝા સાથે સૈન્યના ગણવેશમાં કેટલાક લોકો પત્રકાર પરિષદ યોજી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ ભારતીય સૈન્યે સ્પષ્ટ શબ્દોમાં ખુલાસો કરીને વીડિયોની તમામ વાતો બોગસ હોવાનું જણાવ્યું છે.

Exit mobile version