Site icon Revoi.in

અરબી સમુદ્રમાંથી પાકિસ્તાને ભારતીય બોટ અને માછીમારોનું કર્યું અપહરણ

Social Share

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જળ અને જમીનની સીમા સાથે જોડાયેલો છે. દરમિયાન અરબી સમુદ્રમાંથી પાકિસ્તાન મરીનએ ભારતીય ફિશિંગ બોટ ઉપર ગોળીબાર કર્યો હતો. તેમજ માછીમારોનું બોટ સાથે પાકિસ્તાને અપહરણ કહ્યું હતું. આઠ જેટલા ભારતીય માછીમારોનું અપહરણ કરાયું હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીએ મોડી રાત્રે પાકિસ્તાન સાથેની દરિયાઈ સરહદ નજીક ભારતીય માછીમારી બોટ અલ કિરમાનીનો કબજો લીધો હતો. જહાજમાં સવાર આઠ ક્રૂ પણ પાકિસ્તાની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીની કસ્ટડીમાં છે. પાકિસ્તાની એજન્સીઓ દ્વારા ભારતીય માછીમારો પર ગોળીબાર કરવામાં આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. હાલમાં આ સમાચારની વિગતોની રાહ જોવાઈ રહી છે.