Site icon Revoi.in

Indian Navy: ફ્રાંન્સ ભારતને 26 ફાઈટર વિમાન વેચી શકે છે, જાણો કેટલો મોટો કરાર હશે

Social Share

ભારત, ફ્રાંસ જોડે 26 ફાઈટર વિમાન ખરીદવાનો સોદો કરી શકે છે. ફ્રાંસ સરકારે સોદાની દરખાસ્ત મોકલી છે. દરખાસ્ત અનુસાર, આ સોદો 50 હજાર કરોડ રૂપિયાનો હોય શકે છે. આ સોદા સાથે ભારતને ફાઈટર વિમાન સાથે તેની ટ્રેઈનિંગ, જાળવણી અને લોજિસ્ટિક સપોર્ટ પણ મળશે.

ભારત સરકાર નૌસેના માટે 22 સિંગલ સીટર ફાઈટર વિમાન અને 4 ડબવ સીટર ટ્રેનર વિમાન ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. સરકારે ઓક્ટોબરમાં આ સોદા માટે લેટર ઓફ રિક્વેસ્ટ (LOR) જારી કર્યું હતુ. આના પર ફ્રાંસ સરકારે ફાઈટર વિમાન વેચવા માટે લેટર ઓફ એક્સેપટેંન્સ (LOA) મોકલ્યો હતો. આ લેટરમાં સોદા સંબધિત બધી જ માહિતી છે. ફ્રાંન્સે સોદાની દરખાસ્ત 50 હજાર કરોડ રૂપિયા આપી છે. અને આ વિમાન સાથે તેના હથિયાર, સિમ્યુલેટર, ઉપકરણ, ક્રુ ની ટ્રેઈનિંગ અને લોજિસ્ટિક સપોર્ટ પણ આપશે.

રક્ષાગ્રહણ પરિષદે જુલાઈમાં આ સોદાને મંજુરી આપી હતી. 13 જુલાઈએ રક્ષા મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતીમાં રક્ષાગ્રહણ પરિષદે નૌસેના માટે 26 ફાઈટર વિમાન અને 3 સ્કોર્પિયન સબમરીનની ખરીદી લગભગ 30 હજાર કરોડ રૂપિયામાં થવાની છે. રક્ષા અધિગ્રહણ પરિષદ દ્વારા આ મંજૂરી પેરિસમાં પીએમ મોદી અને ફ્રાંન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રાન વચ્ચે પેરિસ સમિટના એક દિવસ પહેલા આપી હતી. પરંતુ સમિટમાં આ સોદા વિશે ઉલ્લેખ નથી કર્યો. કેબિનેટની મંજુરી પછી જ ફાઈનલ થશે સોદો.