Site icon Revoi.in

ભારતીય રેલવેનું ચારધામ યાત્રાને જોડતી વિશેષ ટ્રેન દોડવવાનું આયોજન, 18મી સપ્ટેમ્બરે શરૂ થશે યાત્રા

Social Share

દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઘટતા ભારતીય રેલવેએ સપ્ટેમ્બરમાં ચાર ધામ યાત્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેન બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ અને દ્રારકાધીશ સહિત અનેક ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરાવશે. રામાયણ સર્કિટ પર સંચાલિત થનારી શ્રી રામાયણ યાત્રા ટ્રેનને સારો પ્રતિસાદ મળતા આઈઆરસીટીસીને હવે દેશો અપના દેશ અંતર્ગત ચાર ધામ યાત્રા માટે ડિલક્સ એસી ટુરિસ્ટ ટ્રેનની શરૂઆત કરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર 16 દિવસની આ યાત્રા તા. 18મી સપ્ટેમ્બર 2021થી દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થશે. જ્યાંથી બદ્રીનાથ, ચીન સીમા પાસે માના ગાંવ, નરસિંહ મંદિર, ઋષિકેશ, જગન્નાથજી પુરી, પુરીનો ગોલ્ડન બીચ, કોણાર્ક સૂર્ય મંદીર, ચંદ્રભાગા સમુદ્ર કિનારો, ધનિષકોડી સહિત રામેશ્વરમ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ, શિવરાજપુર સમુદ્ર કિનારો અને બેટ દ્વારકા જશે. આ પ્રવાસ દરમિયાન શ્રદ્ધાલુઓ લગભગ 8500 કિમીનો સફર કરશે. સ્ટેટ ઓફ આર્ટ કીલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન પ્રવાસીઓને અનેક સુવિધાઓ આપશે. આ ટ્રેનમાં બે સુંદર ડાઈનિંગ રેસ્ટોરન્ટ, એક આધુનિક કિચન, કોચમાં શાવર ક્યુબિકલ્સ, સેન્સર આધારિત વોશરૂમ ફંક્શન, ફુટ મસાજર સહિતની વિશેષતા છે. ટ્રેનમાં પ્રવાસીઓની સુરક્ષા માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દરેક કોચમાં સીસીટીવી કેમેરાનું કવચ અને સુરક્ષા જવાનો તૈનાત રહેશે. યાત્રાનું પેકેજ રૂ. 78585 પ્રતિ વ્યક્તિ રાખવામાં આવ્યું છે. જેમાં એસી ક્લાસમાં ટ્રેન યાત્રા, ડીલક્સ હોટલમાં રોકાણ, ભોજન, પહાડી વિસ્તારમાં વાહનોથી પ્રવાસ, વીમા કવચ અને ટૂર મેનેજરની સુવિધા પુરી પાડવામાં આવશે.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને 120 પ્રવાસીઓનું જ બુકીંગ કરવામાં આવશે. તેમજ 18 વર્ષથી વધુની ઉંમરના પ્રવાસી કોરોના રસીનો પ્રથમ ડોઝ ફરજીયાત છે. આ ઉપરાંત પ્રવાસીઓને કોરોના સામે માસ્ક સહિતની સુરક્ષા કિટ આપવામાં આવશે.