Site icon Revoi.in

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ ટોચના સ્થાન પર

Social Share

નવી દિલ્હીઃ ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.  વેલિંગ્ટન ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની જીત બાદ ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે.

ભારત હાલમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-1થી આગળ છે અને શ્રેણીની અંતિમ મેચમાં જીત બાદ પોઈન્ટ ટેબલમાં તેની સ્થિતિ વધુ મજબૂત થશે. ઉલ્લેખનીય છે કે  રોહિત શર્માની આગેવાની હેઠળ ચાલી રહેલી શ્રેણીમાં ભારતે ઇંગ્લેન્ડ સામે સતત ત્રણ વિજય મેળવ્યા છે.