Site icon Revoi.in

સસ્તા પેટ્રોલ-ડીઝલ માટે ભારતીયો નેપાળ પહોંચે છે, જાણો કેવી રીતે થાય છે તેમને ફાયદો

Social Share

દિલ્હી :ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સરકાર દ્વારા ભલે થોડી રાહત આપવામાં આવી હોય, પરંતુ આજે પણ તેની કિંમત લોકોને મોંઘી પડી રહી છે. આવામાં ભારતીય લોકો દ્વારા નવો રસ્તો શોધી લેવામાં આવ્યો છે. વાત એવી છે કે નેપાળ બોર્ડરની નજીક રહેતા લોકો પેટ્રોલ-ડીઝલ પુરાવા માટે નેપાળમાં જઈ રહ્યા છે.

બિહાર અને નેપાળ સરહદને અડીને આવેલા યુપીના મોટાભાગના ગામોના લોકો નેપાળ જઈને કારમાં પેટ્રોલ ભરાવી રહ્યા છે, તેનું મુખ્ય કારણ એ છે કે નેપાળમાં પેટ્રોલ અને ડીઝલ ખૂબ સસ્તું છે. નેપાળમાં ભારતની સરખામણીએ નેપાળમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘણી ઓછી છે.

ઉલ્લેખનીય છે કે નેપાળ સરહદને અડીને આવેલા બિહારના રક્સૌલમાં પેટ્રોલની કિંમત 107 રૂપિયા 92 પૈસા અને ડીઝલની કિંમત 92 રૂપિયા 98 પૈસા પ્રતિ લીટર છે. રક્સૌલને અડીને આવેલા નેપાળના પારસા જિલ્લામાં એક લિટર પેટ્રોલની કિંમત 132.25 નેપાળી રૂપિયા અથવા 82.65 ભારતીય રૂપિયા છે. ડીઝલની કિંમત પણ 115.25 નેપાળી રૂપિયા અથવા 72.03 ભારતીય રૂપિયા પ્રતિ લિટર છે.

ભારતમાં નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં પેટ્રોલના વેચાણમાં 21 ટકા અને ડીઝલના વેચાણમાં 15 ટકાનો વધારો થયો છે. આગામી મહિનામાં તેમાં વધુ વધારો થવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર તેની કુલ કર આવકના 41 ટકા રાજ્યો સાથે વહેંચે છે.