નવી દિલ્હીઃ દેશના વિદેશ મંત્રી વિદેશ મંત્રી ડો.એસ જયશંકર અત્યારે સ્વિડનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે સ્વિડનના રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે ભારતીય મૂળના લોકો સાથે સંવાદ કર્યાં હતા. આ દરમિયાન દુનિયામાં ભારતની તાકાત વધ્યાનો હુંકાર કર્યો હતો.
સ્વિડનમાં તેમણે ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને ત્યાં રહેતા ભારતીયોને ભારત-સ્વિડનના સંબંધો અંગે જાણકારી આપી હતી. વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, સ્વિડન ઐતિહાસિક રીતે , મહત્વનો ભાગીદાર રહ્યો છે. આ ઉપરાંત ,બંને દેશો ઔદ્યોગિક પરિવર્તન મુદ્દે પણ એકસાથે ચાલી રહ્યા છે. વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં ,આશરે 300 સ્વિડિશ કંપનીઓ હાજરી ધરાવે છે. તેણે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, બંને દેશો વિકસીત થઈ રહ્યા છે અને આગળ વધી રહ્યા છે. તેની સાથે વિદેશ મંત્રીએ ,સંયુક્ત રાષ્ટ્રીયની સ્થાયી સદસ્યતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રમાં કોઈપણ આફ્રિકન અથવા લેટિન અમેરિકાનો દેશ નથી અને સમય જતા, સંયુક્ત રાષ્ટ્રના પ્રભાવ અંગે પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે ઈન્ડો-પેસિફિક એક જટિલ અને અલગ લેન્ડસ્કેપ છે જેને વધુ તીવ્ર જોડાણ દ્વારા વધુ સારી રીતે સમજી શકાય છે. જયશંકર બીજા EU ઈન્ડો-પેસિફિક મિનિસ્ટરિયલ ફોરમ (EIPMF)માં હાજરી આપવા સ્વીડનની પ્રથમ મુલાકાતે સ્ટોકહોમ પહોંચ્યા હતા. યુરોપિયન યુનિયન (EU) ઈન્ડો-પેસિફિક મંત્રી સ્તરીય બેઠકને સંબોધતા, જયશંકરે કહ્યું, “ઇન્ડો-પેસિફિક વૈશ્વિક રાજકારણમાં વધુને વધુ કેન્દ્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. તે જે મુદ્દાઓ ઉઠાવે છે તે વૈશ્વિકીકરણના સ્થાપિત મોડલમાં જન્મજાત સમસ્યાઓ છે.

