Site icon Revoi.in

શિકાગોમાં ઈઝરાયલના સમર્થનમાં ભારતીય-અમેરિકનની રેલી, હમાસ પર લગાવ્યા આરોપ

Social Share

દિલ્લી: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ભારત દ્વારા ખુલેઆમ તો ઈઝરાયલને સપોર્ટ કરવામાં નથી આવ્યો પણ ભારતે આ બાબતે તટસ્થ રહીને પોતાનો મત બતાવ્યો છે. ભારતમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં કરવામાં આવેલી રેલીને પણ રોકવામાં આવી હતી. આવા સમયમાં અમેરિકાના શિકાગો શહેરમાં રહેતા લોકોએ પણ ઈઝરાયલના સમર્થનમાં રેલી કાઢી છે અને હમાસ પર આરોપ લગાવ્યા છે.

હમાસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે યહૂદી સમુદાય વિરુદ્ધ આતંકવાદી હૂમલા કરે છે અને આ રેલીનું આયોજન કરીને ભારતીય અમેરિકનોએ પોતાનો સાથ યહૂદીઓને આપ્યો છે. આ બાબતે ભારતીય-અમેરિકન નેતા ડૉ. ભરત બરઈએ કહ્યું કે ભારતીય અમેરિકન સમુદાય ઈઝરાયલના લોકોની સાથે છે, જેમને ગાઝા દ્વારા રોકેટ હૂમલાનો શિકાર બનાવવામાં આવે છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે હમાસના આતંકવાદીઓએ માત્ર ઇઝરાઇલમાં મકાનોને નષ્ટ કર્યા નથી અને નિર્દોષ નાગરિકોની હત્યા કરી દીધી છે પણ ગાઝાના લોકોને પણ આતંકી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, દાયકાઓ સુધી યુદ્ધનો સામનો કર્યા પછી, ઇઝરાઇલ અને ગાઝાના લોકો શાંતિથી રહેવા માંગે છે. પોતાના સંબોધનમાં બરાયએ હિન્દુ સમુદાયને ઇઝરાઇલને સમર્થન આપવાનું ચાલુ રાખવાની નક્કર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને પ્રદેશની આ મુશ્કેલ પરિસ્થિતિમાં શાંતિની માંગ કરી હતી.