Site icon Revoi.in

પ્રજા ઉપર મોંઘવારીનો બોજ વધશેઃ ટીવી, મોબાઈલ અને લેપટોપની કિંમતોમાં થશે વધારો

Social Share

દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં હવે મોબાઈલ, ટીવી, લેપટોપ સહિતની ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જીવનનો એક ભાગ બની ચુકી છે. જો કે, આગામી દિવસોમાં ઈલેકટ્રોનિક્સ વસ્તુઓના ભાવમાં વધારો થવાની શકયતા છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓ ખર્ચમાં વધારાને કારણે તેમના ઉત્પાદનોની કિંમતમાં વધારો કરશે. કંપનીઓનું કહેવું છે કે સતત વધતી ચીજવસ્તુઓના ભાવ અને આવશ્યક ઘટકોની અછતને કારણે બોઝ વધ્યો છે. જે હવે ગ્રાહકો ઉપર નાખવામાં આવશે. વર્ક ફોર્મ હોમ કલ્ચર અને ઓનલાઈન એજ્યુકેશનના કારણે લેપટોપની કિંમતમાં વધારો થયો છે. બે મહિનાના લોકડાઉન બાદ હવે ફરીથી રિટેલર્સ દુકાન ખોલી રહ્યાં છે. જેથી ગ્રાહકોને વધારે ડિસ્કાઉન્ટનો વિકલ્પ પણ ઓછા થશે.

આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં ટીવી, ફ્રિજ, એસી અને લેપટોપ જેવી વસ્તુઓની માંગ વધી હતી. જે બાદ હવે કંપનીઓએ 10 ટકા સુધી કિંમત વધારવાની તૈયારી કરીછે. કિંમતમાં વધારા માટે કંપનીઓએ અનેક કારણ આગળ ધર્યાં છે. માઈક્રોપ્રોસેર અને પેનલ જેવી વસ્તુઓની અછત, કોપરની કિંમતોમાં વધારો, પાર્ટસ ઉપર કસ્ટમ ડ્યુટીમાં કરાયેલો વધારાને કારણે ભાવમાં વધારો કરવાનો કંપનીઓએ નિર્મય કર્યો હોવાનો દાવો કર્યો છે.

જાણીતા સ્ટોરના એમડીએ જણાવ્યું હતું કે, કિંમતોમાં આગામી દિવસોમાં વધારો થવાની શકયતા છે. જેમાં પેનલની અછતના કારણે ટીવીની કિંમતમાં વધારો થશે. બીજી તરફ વર્ક ફોર્મ હોમ અને ઓનલાઈન એજ્યુકેશનના કારણે લેપટોપની માંગમાં વધારો થયો છે. બીજી તરઉફ પ્રોસેસરની અછતના કારણે તેના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે.

રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સીઈઓના જણાવ્યા અનુસાર લાંબા લોકડાઉન બાદ રિટેલર્સ હવે દુકાનો ખોલી રહ્યાં છે. કિંમતોના ભાવમાં હજુ વધારો થવાની શકયતા છે. જો કે, સરકારે એનર્જી એફિશિએન્સીના નિયમોમાં રાહત આપી છે.