Site icon Revoi.in

ઓમિક્રોને હવે જાપાન-ફ્રાન્સમાં દીધી દસ્તક, રિયુનિયન ટાપુ-જાપાનમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવ્યો

Social Share

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકા બાદ હવે જાપાન અને ફ્રાન્સમાં પણ કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોને દસ્તક દીધી છે. જાપાન અને ફ્રાન્સે તેની પુષ્ટિ કરી છે. ડેલ્ટાથી વધુ ખતરનાક ઓમિક્રોન વાઇરસ હોવાથી મોટા ભાગના દેશો વિદેશી પ્રવાસીઓ માટે પાબંધી લગાવી રહ્યું છે તેમ છતાં ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં ઉછાળો આવી રહ્યો છે. બ્રિટનમાં પણ તે ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે.

ઓમિક્રોન વેરિએન્ટને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ચેતવણી આપી છે અને તેને અત્યંત ચિંતાજનક ગણાવતા કહ્યું હતું કે, તેના અનેક ગંભીર પરિણામો આવી શકે છે. ફ્રેન્ચ ઓથોરિટીએ હિંદ મહાસાગરમાં તેના શાસન હેઠળના ટાપુ રિયુનિયનમાં આ વેરિએન્ટનો પ્રથમ કેસ આવ્યો હોવાની પુષ્ટિ કરી છે.

નામિબીયાથી જાપાન આવેલો એક પ્રવાસી ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જાપાને જણાવ્યું હતું. જાપાને બધા જ વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યાના બીજા દિવસે આ કેસ સામે આવ્યો છે. રવિવારે નારિટા એરપોર્ટ પર આ પ્રવાસી સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું.

કમ્બોડિયાએ પણ મહત્વનું પગલું લેતા 10 આફ્રિક દેશોના યાત્રીઓ પર પ્રવેશ પાબંધી લગાવી છે. કમ્બોડિયાએ વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવા પ્રવાસીઓ માટે સરહદો ખોલ્યાના બે જ સપ્તાહમાં તેણે ફરીથી પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.