Site icon Revoi.in

પાકિસ્તાનીઓને જ પાકિસ્તાન નાપસંદ: છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ પાકિસ્તાનીઓએ ભારતની નાગરિકતા માગી

Social Share

નવી દિલ્હી: ભારત પોતાની સર્વસમાવેશક નીતિને કારણે હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. દરેક દેશના નાગરિકો એક પરિવાર છે તેવી ભાવના હંમેશા ભારતમાં જોવા મળી છે ત્યારે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં 87 દેશના કુલ 10,646 લોકોએ ભારતની નાગરિકતા માંગી છે.

પાકિસ્તાનીઓને પણ હવે પાકિસ્તાન વ્હાલુ રહ્યું નથી. છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ પાકિસ્તાનીઓએ જ ભારતની નાગરિકતાની માંગણી કરી છે. છેલ્લા 5 વર્ષથી પાકિસ્તાની અલ્પસંખ્યકોએ ભારતમાં શરણ આવવાનું ચાલુ કરી દીધું છે. કુલ 7782 પાકિસ્તાનીઓએ ભારતની નાગરિકતા માટે અપીલ કરી છે.

બાંગ્લાદેશનું નામ આ યાદીમાં બીજા ક્રમાંકે છે. બાંગ્લાદેશના 184 લોકોએ ભારતની નાગરિકતા માંગી છે. યુદ્વગ્રસ્ત અફઘાનિસ્તાનના 795 લોકોએ ભારતના નાગરિક બનવા માટે તૈયાર છે.

બીજી તરફ છેલ્લા 5 વર્ષમાં 6 લાખ કરતાં પણ વધારે ભારતીયોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે અને અન્ય દેશોમાં સ્થાયી થયા છે. છેલ્લા 10 વર્ષમાં 15,176 બાંગ્લાદેશીઓને ભારતની નાગરિકતા માંગી છે. જ્યારે 4085 પાકિસ્તાનીઓએ ભારતની નાગરિકતાની અપીલ કરી છે.

નોંધનીય છે કે, વર્ષ 2017, 2018, 2019, 2020, 2021માં અનુક્રમે 1,33,049, 1,34,561, 1,44,017, 85,248, 1,11,287 ભારતીયોએ દેશની નાગરિકતા છોડી દીધી છે.