Site icon Revoi.in

ચીન હવે WHO અને ઇન્ટરપોલને કાબૂમાં કરવા રચી રહ્યું છે ષડયંત્ર: રિપોર્ટ

Social Share

નવી દિલ્હી: ચીન પોતાની વિસ્તારવાદી નીતિ અને વિશ્વભરમાં પોતાની ધાક જમાવવા માટે કુખ્યાત છે ત્યારે હવે ચીન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ઇન્ટરપોલ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પોતાના કાબૂમાં કરવાના પ્રયાસો કરી રહ્યું છે.

ચીન હવે એક નવું કારસો ઘડી રહ્યું છે. ચીન હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ઇન્ટરપોલ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પોતાના કંટ્રોલમાં લાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે. હાલમાં બ્રિટનના એક સંસદીય પેનલે આ દાવો કર્યો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, બ્રિટનના હાઉસ ઑફ કોમન્સની વિદેશ મામલાની સમિતિનો ગુરુવારે એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો. આ રિપોર્ટને વિદેશ નીતિ પર કામ કરનારા 11 સાંસદોએ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં ચીન અને રશિયાને લઇને ચેતવણી આપવામાં આવી છે.

આ રિપોર્ટમાં સાંસદે એવી ચેતવણી ઉચ્ચારી છે કે ચીન દ્વિતીય વિશ્વ યુદ્વને ધ્યાનમાં રાખીને સ્થાપિત WHO અને ઇન્ટરપોલ જેવા બહુપક્ષીય સંગઠનોની નબળાઓ પર વાર કરી રહ્યું છે. જેનાથી તમની પર કાબૂ કરી શકે. જો સમય રહેતા વિશ્વભરમાં કોરોના ફેલાવનાર ચીનને જવાબ નહીં આપવામાં આવે તો આગામી સમયમાં લોકતાંત્રિક દેશો માટે મોટું સંકટ ઉપસ્થિત થઇ શકે છે.