Site icon Revoi.in

યુરોપમાં કોરોનાના કેસ વધ્યા, ડેલ્ટા વેરિએન્ટથી દુનિયા સતર્ક રહે: WHO

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીને લઇને વિશ્વ આરોગ્ય સંગઠને ફરી એક વાર ચેતવણી આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર યુરોપમાં કોરોનાના કેસ ઓછા થઇ ગયા હતા પણ 10 સપ્તાહ બાદ હવે ફરી એક વખત યુરોપમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.

WHOએ ચેતવણી આપી છે કે, આગામી મહિનાઓમાં કોરોનાનો નવો ડેલ્ટા વેરિએન્ટ વિશ્વભરમાં ઝડપથી ફેલાઇ શકે છે. કોરોનાનો આ વેરિએન્ટ હાલમાં 100 દેશોમાં છે અને આગામી મહિનાઓમાં વધારે સંક્રમણ ફેલાવી શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે 96 દેશોએ ડેલ્ટા વેરિએ્ન્ટના કેસની જાણકારી આપી છે. આ આંકડો જોકે ઓછો છે. કારણકે ઘણા દેશો પાસે આ પ્રકારના વેરિએન્ટને ઓળખવાની ટેકનોલોજીકલ ક્ષમતા નથી અથવા સિમિત ક્ષમતા છે. આવનારા મહિનાઓમાં આ વેરિએન્ટ કોરોનાના બીજા વેરિએ્ન્ટને સંક્રમણ ફેલાવવામાં પાછળ રાખી દે તો નવાઈ નહીં હોય.

ગયા સપ્તાહે પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મહાર્નિદેશક ટેડ્રોસ ઘેબ્રેયસસે કહ્યુ હતુ કે, અત્યાર સુધી કોરોનાના જેટલા પણ વેરિએન્ટ સામે આવ્યા છે તેમાં ડેલ્ટા વેરિએન્ટ સૌથી વધારે સંક્રમણ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે.