Site icon Revoi.in

જાણો ઇઝરાયલના નવા પીએમ નફ્તાલી બેનેટે પીએમ મોદી વિશે શું કહ્યું

Social Share

નવી દિલ્હી: ઇઝરાયલના નવા પ્રધાનમંત્રી તરીકે હવે નફ્તાલી બેનેટે શપથ ગ્રહણ કર્યા છે. સાથે જ 12 વર્ષોથી PM  પદ પર રહેલા નેતાન્યાહુનું રાજ પૂરું થયું. શપથ ગ્રહણ કર્યા બાદ નફ્તાલી બેનેટે કહ્યું હતું કે, તેઓ ભારત સાથે શાનદાર અને સૂમેળભર્યા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પીએમ મોદી સાથે કામ કરવા ઉત્સુક છે.

શપથ ગ્રહણ બાદ પીએમ મોદીએ ઇઝરાયલના PM નફ્તાલી બેનેટને અભિનંદન પાઠવ્યા હતા. જેના જવાબમાં ઇઝરાયલના નવા ચૂંટાયેલા વડાપ્રધાને નિવેદન આપ્યું હતું. ઇઝરાયલમાં 12 વર્ષ સુધી ચાલેલા બેન્જામિન નેતન્યાહુ યુગનો અંત આવી ગયો છે.

યામિના પાર્ટીના નેતા નાફ્તાલી બેનેટે રવિવારે ઇઝરાઇલના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન આપતાં કહ્યું હતું કે તેઓ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સુક છે.

મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ઇઝરાઇલના વડાપ્રધાન બનવા બદલ નફ્તાલી બેનેટને અભિનંદન. આપણે આવતા વર્ષે આપણા રાજદ્વારી સંબંધોને સુધારવાના 30 વર્ષ પૂર્ણ કરવા જઇ રહ્યા છીએ અને હું આ પ્રસંગે તમને મળવાની અને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબુત બનાવવા માટે ઉત્સુક છું.

PM મોદીના ટ્વીટના જવાબમાં નાફ્તાલી બેનેટે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે “ધન્યવાદ, પ્રધાનમંત્રી મોદી, હું બંને લોકશાહીઓ વચ્ચેના અદ્ભુત, મધુર સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે તમારી સાથે કામ કરવા માટે ઉત્સુક છું.’ નોંધપાત્ર વાત એ છે કે જ્યારે બેનેટે રવિવારે PM પદના શપથ લીધા હતા. તે દરમિયાન બેન્જામિન નેતન્યાહૂના સમર્થકો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.