Site icon Revoi.in

કોરોનાનો કોહરામ: ભારતના આ પાડોશી દેશમાં 1 સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરનો કોહરામ વિશ્વભરમાં વર્તાઇ રહ્યો છે અને હવે ભારતના પાડોશી દેશમાં પણ કોરોનાનો કહેર મોટા પાયે વર્તાઇ રહ્યો છે ત્યારે બાંગ્લાદેશમાં 1 સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે.

બાંગ્લાદેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો કહેર વર્તાઇ રહ્યો છે ત્યારે ત્યાં આખા દેશમાં સાત દિવસનું લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં રાખવા માટે બાંગ્લાદેશમાં એક સપ્તાહ માટે માત્ર ઇમરજન્સી સેવાઓને જ છૂટ આપવામાં આવી છે.

બાંગ્લાદેશમાં કોરોનાના કેસની સ્થિતિ પર નજર કરીએ તો ત્યાં શુક્રવારે 6830 નવા કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે 50 લોકોના મોત નિપજ્યા છે. ગત વર્ષે જ્યારે માર્ચ મહિનામાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા હતા ત્યારે પણ બાંગ્લાદેશમાં બે સપ્તાહ સુધીનું લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું.

બાંગ્લાદેશના પીએમ શેખ હસીના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને સરકારને આશા છે કે લોકડાઉનના આ નિર્ણયથી ચોક્કસપણે સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે.

બાંગ્લાદેશના બધા કાર્યલયો અડધી ક્ષમતા સાથે ખોલવા માટે આદેશ અપાયા છે. આ સાથે જ ધાર્મિક, સામાજીક, રાજકીય કાર્યક્રમો પર રોક લગાવામાં આવી છે.

(સંકેત)