Site icon Revoi.in

પાકિસ્તાનની પોલ ખુલી, મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છૂપાયો છે

Social Share

નવી દિલ્હી: પાકિસ્તાન આતંકીઓને શરણ આપી રહ્યું છે તે વધુ એક વખત સાબિત થઇ ગયું છે. આ જ કારણોસર FATFના ગ્રે લિસ્ટમાંથી નીકળવાના પાકિસ્તાનના પ્રયાસોને વધુ એક ફટકો પડી શકે છે. હકીકતમાં, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો કુખ્યાત વડો મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છૂપાયો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, મસૂદ અઝહર પાકના બહાવલપુર વિસ્તારમાં છૂપાયો છે અને તેનું સંરક્ષણ બીજું કોઇ નહીં પણ પાકિસ્તાની લશ્કર જ કરી રહ્યું છે. આ ખુલાસા પછી હવે પીએમ ઇમરાનખાન માટે પણ નવી મુશ્કેલી સર્જાઇ છે.

આના પરથી એક વાત સ્પષ્ટ થઇ ચૂકી છે કે, પાકિસ્તાન આતંકીઓ અને આતંકવાદ સામે એક્શન લેવાને બદલે તેને પનાહ આપીને તેનું પાલન પોષણ કરી રહ્યું છે. તેણે આંતરરાષ્ટ્રીય આતંકી મસૂદ અઝહરને પનાહ આપી છે.

આપને જણાવી દઇએ કે પાકિસ્તાને ગ્રે લિસ્ટમાં સામેલ થવાના પગલે પાકિસ્તાનને 38 અબજ ડોલરનો ફટકો પડ્યો છે. આતંકવાદ પર નાણાકીય નજર રાખતી આ વૈશ્વિક એજન્સીએ પાકિસ્તાનને 2008માં જ ગ્રે લિસ્ટમાં નાખી દીધું હતું.

આંતરરાષ્ટ્રીય આતંકી મસૂદ અઝહરનું એક ઠેકાણું બહાવલપુરમાં ઉસ્માન-ઓ-અલી મસ્જિદની પાસે અને બીજો અડ્ડો જામિયા મસ્જિદ સુભાન અલલ્હની જોડે છે. આતંકીઓના ઘરની સુરક્ષા માટે સશસ્ત્ર સુરક્ષા કર્મીઓ ગોઠવાયેલા હોય છે. તેના ઘરની આસપાસ બેરિકેડિંગ પણ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, આ ખુલાસા બાદ હવે ભારત વૈશ્વિક મંચ પર પાકિસ્તાન દ્વારા આતંકીઓને અપાતા શરણ મુદ્દે અવાજ ઉઠાવી શકશે.