Site icon Revoi.in

ન્યૂયોર્કમાં કોરોના રિટર્ન્સ: 15 જાન્યુઆરી, 2022 સુધી ઇમરજન્સી લગાવાઇ

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ફરીથી વધી રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં પણ કોવિડનો નવા વેરિએન્ટથી હાહાકાર મચી ગયો છે. અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યમાં કોવિડ વાયરસના સંક્રમણમાં વધારો થતાં ચિંતાઓ પણ વધી ગઇ છે. હવે ત્યાં ડિઝાસ્ટર ઇમરજન્સી જાહેર કરી છે.

ન્યૂયોર્કમાં કોવિડનો કહેર વધતા ચિંતાઓ વધી ગઇ છે. સ્થિતિને ધ્યાનમાં રાખતા સતર્કતા અને સાવચેતીના ભાગરૂપે ન્યૂયોર્કના ગવર્નરે ડિઝાસ્ટર ઇમરજન્સી જાહેર કરી છે. ગર્વનરે સંક્રમણના દરમાં વધારો અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારાને ટાંકીને રાજ્યમાં ડિઝાસ્ટર ઇમરજન્સી જાહેર કરી છે.

આદેશમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, હું, કેથી હોચુલ, ન્યૂયોર્ક રાજ્યના ગવર્નર, બંધારણ અને ન્યૂયોર્ક રાજ્યના કાયદા દ્વારા મને આપવામાં આવેલી સત્તાના આધારે, કલમ-2બીની કલમ 28 અનુસાર એક્ઝિક્યુટિવ લૉ, મને જાણકારી મળી છે કે, ન્યૂયોર્ક રાજ્યમાં એક આપત્તિ કે જેના પર અસરગ્રસ્ત સ્થાનિક સરકાર પૂરતો પ્રતિસાદ આપવામાં અસમર્થ છે. અને હું 15 જાન્યુઆરી, 2022 સુધી સમગ્ર ન્યૂયોર્ક રાજ્ય માટે આપત્તિની કટોકટી જાહેર કરું છું.

કોવિડથી અમેરિકાનું ન્યૂયોર્ક સૌથી વધુ અસરગ્રસ્ત છે. છેલ્લા 24 કલાકમાં ન્યૂયોર્કમાં નવા 5785 કેસ સામે આવ્યા છે. ન્યૂયોર્કમાં કોવિડની શરૂઆતથી અત્યાર સધીમાં લગભગ 58 હજાર લોકોનાં મોત થયા છે. અત્યારસુધીમાં કુલ 28 લાખ કેસ સામે આવ્યા છે, જેમાં લગભગ 23.26 લાખ સાજા થયા છે જ્યારે 4 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  મધ્યમાં એક સમય હતો જ્યારે રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ નિયંત્રણમાં હતી, પરંતુ હવે ફરીથી કોરોના વાયરસના ચેપના કેસ વધી રહ્યા છે, મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલોમાં જઈ રહ્યા છે.