Site icon Revoi.in

બ્રિટનના આ પ્રતિબંધથી ભારત ભડક્યું, કહ્યું – અમે પણ બ્રિટન સાથે આવું જ કરીશું

Social Share

નવી દિલ્હી: બ્રિટને કોવિશિલ્ડને મંજૂરી ના આપતા ભારત ભડક્યું છે. ભારતે બ્રિટનના આ નિર્ણયને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે અને ધમકી આપી છે કે જો આ કેસનો ઉકેલ નહીં લાવવામાં આવે તો અમે પણ સામે એવું જ કરીશું.

આ અંગે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ કહ્યું કે, બ્રિટનના આ નિર્ણયથી ત્યાં જવા માગતા ભારતીયો પર અસર પડી રહી છે. વિદેશ સચિવે કહ્યું કે, કોવિશિલ્ડને માન્યતા ન આપવાનો નિર્ણય ભેદભાવપૂર્ણ છે અને યુકેનો પ્રવાસ કરનાર લોકોને પ્રભાવિત કરે છે. બ્રિટને ભારતને કેટલાક આશ્વાસન આપ્યા છે.

વિદેશ સચિવની આ ટીપ્પણી એવે સમયે આવી છે કે જ્યારે વિદેશ મંત્રી જયશંકરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય 76 મા સત્રની ઉપરાંત બ્રિટીશ વિદેશમંત્રી લીઝ ટ્રસની સાથે આ મુદ્દે ચર્ચા કરાઈ છે. તેમણે કહ્યું કે અરસપરસના હિતમાં ક્વોરન્ટાઈન મુદ્દાનો જલદીથી ઉકેલ લાવી દેવામાં આવશે.

આપને જણાવી દઇએ કે અમેરિકાએ ભારતની કોવિશિલ્ડને માન્ય રાખી છે. પરંતુ બ્રિટને કોવિશિલ્ડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. એક બાજુ બ્રિટન ભારતની સાથે ગાઢ મિત્રતાનો દાવો કરતું રહ્યું છે પરંતુ જ્યારે કોવિશિલ્ડના મુદ્દે પાણીમાં બેસી ગયું છે.

જોકે બાયડન સરકારે એક શરત પણ મૂકી છે. જે લોકોએ વેક્સિનના બધા ડોઝ લીધો હશે ફક્ત તેમને જ અમેરિકા આવવાની મંજૂરી મળશે.

ભારત જેવા દેશોમાં સંપૂર્ણ વેક્સિનેશન કરાવનાર લોકો તેમના વેક્સિન પ્રમાણપત્રની સાથે અમેરિકાની યાત્રા કરી શકે છે. તેમણે પ્રવાસ પહેલા વેક્સિન પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. અમેરિકાએ નવેમ્બરથી ભારત સહિત 30 દેશો માટે તેના દ્વાર ખોલી નાખ્યાં છે.