Site icon Revoi.in

ઇમરાન ખાનની ઇજ્જતના ઉડ્યા ધજાગરા, યુવાવર્ગએ જ્ઞાન આપવા ગયા, લોકોએ કહ્યું ભારત પાસેથી શીખો

Social Share

નવી દિલ્હી: પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન કોઇને કોઇ કારણોસર સોશિયલ મીડિયા પર ટ્રોલ થતા રહે છે. આ વખતે તેમણે ટોક્યો ઓલિમ્પિક 2020નો એક વીડિયો શેર કર્યો છે અને યુવાઓને હાર ના માનવાની શીખ આપી છે. તેની આ એક ટ્વિટ બાદ તેઓ સૌથી પહેલા તો પાકિસ્તાનીઓના રોષના જ ભોગ બન્યા. ઓલિમ્પિકમાં એક પણ મેડલ ના જીતનાર પાકિસ્તાનના પીએમની પાકિસ્તાની યૂઝર્સે જ ધૂળ કાઢી નાખી.

વાત એમ છે કે, પાક. પીએમએ ટોક્યો ઓલિમ્પિકનો એક વીડિયો શેર કર્યો અને લખ્યું કે, હું ઇચ્છું છું કે પાકિસ્તાનનો યુવાવર્ગ આ રેસને જુએ અને રમતે જે વસ્તુ મને શીખવાડી. જે સૌથી મહત્વની છે તે શીખે કે તમે ત્યારે જ હારો છો જ્યારે તમે હાર માનો છો.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે નેધરલેન્ડ્સની સિફાન હસન ભાગતી વખતે એક સાથી એથ્લિટ સાથે ભટ્કાઇને પડી ગઇ. પરંતુ તે તરત જ ઉભી થઇ ગઇ અને ક્વોલીફાઇંગ રેસમાં પહેલુ સ્થાન પણ મેળવી લીધુ. સિફાને 1500 મીટરની રેસમાં બ્રોન્ઝ મેડલ પણ જીતી લીધુ હતુ.

કોઇ યૂઝરે લખ્યુ કે, ઇમરાન ખાનને પહેલા દેશમાં દવાઓના વધતા ભાવ પર ધ્યાન આપવાની જરૂર છે. તો કોઇએ લખ્યુ કે, રમતો માટે આધારભૂત પાયો નાંખવાની જરૂર છે. વાત અહીં પાકિસ્તાન પર અટકી જતી તો પણ ઠીક હતુ પણ નહીં એક યૂઝરે તો લખી દીધુ કે, ભારત પાસેથી શીખવાની જરૂર છે કે જેણે એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે પાકિસ્તાનને એક કાંસ્ય પદક પણ નહી મળ્યો.