Site icon Revoi.in

તુર્કીના રાષ્ટ્રપતિના આ નિવેદનથી લીરામાં રેકોર્ડ ઘટાડો નોંધાયો

Social Share

નવી દિલ્હી: તુર્કીની મુદ્રા લીરામાં સોમવારે ફરી એક વખત રેકોર્ડ સમાન ઘટાડો નોંધાયો હતો. રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોઆને ઈસ્લામની શિક્ષાનો હવાલો આપીને વ્યાજના દરોમાં કાપ ચાલુ રાખવાનું વચન આપ્યું ત્યાર બાદ તુર્કીની રાષ્ટ્રીય મુદ્રામાં ડોલરની સરખામણીએ 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. દેશને એક ટેલિવિઝન સંબોધન દરમિયાન એર્દોઆને કહ્યું હતું કે, ઈસ્લામમાં ઓછું વ્યાજ કે પછી વ્યાજ ન લેવાનો ઉલ્લેખ છે. માટે તેમના પાસેથી બીજા કશાની આશા ન રાખવામાં આવે.

તુર્કીના રાષ્ટ્રપતિના એક નિવેદનને કારણે તુર્કીની મુદ્રા લીરામાં ફરી એક વખત રેકોર્ડ ઘટાડો નોંધાયો હતો. રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગોને ઇસ્લામની શિક્ષાનો હવાલો આપીને વ્યાજના દરોમાં કાપ ચાલુ રાખવાનું વચન આપ્યું ત્યારબાદ તુર્કીની રાષ્ટ્રીય મુદ્રામાં ડોલરની તુલનાએ 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

એર્દોઆને કહ્યું કે, ઇસ્લામમાં ઓછું વ્યાજ કે પછી વ્યાજ ના લેવાનો ઉલ્લેખ છે. એવી ફરિયાદ કરાય છે કે અમે વ્યાજના દરોમાં કાપ મૂકી રહ્યા છીએ. મારા પાસેથી તેના સિવાય બીજી કોઇ આશા ના રાખશો. એક મુસ્લિમ હોવાના નાતે હું ઇસ્લામની શિક્ષા અંતર્ગત કામ કરતો રહીશ.

નોંધનીય છે કે, સોમવારના શરૂઆતી એશિયાઈ કારોબારમાં લીરા 6%થી પણ વધુ કમજોર થઈને 17.624 પ્રતિ ડોલર એ આવી ગયેલ. લીરામાં સતત 5 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 મહિનામાં તેણે પોતાનું લગભગ અડધું મૂલ્ય ગુમાવી દીધું છે. આ સમયગાળા દરમિયાન વિશ્વના કોઈ દેશની મુદ્રામાં આટલો મોટો ઘટાડો નથી નોંધાયો.

Exit mobile version