Site icon Revoi.in

IPL 2022નો પ્રારંભ 26મી માર્ચથી થશે, 29મી મેએ ફાઈનલ રમાશે

Social Share

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રિમીયલ લીગ એટલે કે આઈપીએલ 2022ના આયોજનની તારીખ સામે આવી છે. આ ટૂર્નામેન્ટ 26મી માર્ચથી શરૂ થશે અને ફાઈનલ 29મી મેના રોજ રમાશે. આઈપીએલ ગવર્નિગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આઈપીએલ ગવર્નિંગ કાન્સિલએ ટાટા આઈપીએલ 2022 સીઝન સંબંધમાં કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. આ વખતે આઈપીએલમાં આઠ નહીં પરંતુ દસ ટીમો વચ્ચે ટુર્નામેન્ટ રમાશે.

મીડિયા રિપોર્ટ અનુસાર મુંબઈ અને પૂણેમાં ચાર સ્થળો પર કુલ 70 લીગ મેચ રમાશે. પ્લે ઓફ મેચોના સ્થળ આગામી દિવસોમાં નક્કી કરાશે. 2011ની જેમ જ આ વખતે 10 ટીમો બે અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવશે. જેમાં ગ્રુપ-એ માં મુંબઈ ઈન્ડિયન્સ, કોલકતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયંટસનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ-બીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈન્ટસનો સમાવેશ થાય છે. દરેક ટીમ પોતાના ગ્રુપની અન્ય ટીમો સાથે બે-બે મેચ રમશે. આ ઉપરાંત ગ્રુપ-એની દરેક ટીમ ગ્રુપ-બીની ટીમો સામે એક-એક મેચ રમશે.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 20, બેબ્રોર્ન સ્ટેડિયમમાં 15, મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં 20 અને પૂણેના એમસીએ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 15 મેચ રમાશે. તમામ ટીમો વાનખેડે અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ચાર-ચાર મેચ રમશે. જ્યારે બ્રેબોર્ન અને પૂર્ણેના એમસીએ સ્ટેડિયમમાં 3-3 મેચનું આયોજન કરાયું હોવાનું જાણવા મળે છે.

આઈપીએલમાં આ વર્ષે નવી બે ટીમો ઉમેરાઈ છે. લખનૌ અને ગુજરાતની ટીમનો પણ આઈપીએલમાં સમાવેશ કરાયો છે. જેથી આ વખતે આઈપીએલમાં 10 ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. તેમજ આઈપીએલમાં દર વખતની જેમ આ વખતે પણ રનનો વરસાદ થવાની શકગયતા છે. ક્રિકેટ પ્રેમીઓ લાંબા સમયથી આઈપીએલની રાહ જોઈ રહ્યાં છે. હવે ક્રિકેટ પ્રેમીઓની આતુરતાનો અંત આવ્યો છે. આજે આઈપીએલને લઈને મહત્વના નિર્ણય જાહેર કરવામાં આવ્યાં છે.