Site icon Revoi.in

ઈરાને અરબી સમુદ્રમાં ઓઈલ ટેંન્કર પર ડ્રોન હુમલાના આરોપને નકાર્યો

Social Share

નવી દિલ્હીઃ શનિવારે હિંદ મહાસાગરમાં માલવાહક જહાજ પર ડ્રોન હુમલા પછી ભારતીય નેવી સતર્ક થઈ ગઈ છે. અમેરિકાએ આ હુમલાનો આરોપ ઈરાન પર લગાવ્યો છે. આ દરમ્યાન સોમવારે ઈરાને અમેરિકાના ગંભીર આરોપને ફગાવી દિધો છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે અમેરિકાએ લગાવેલા બધા આરોપો પાયાવિહોણા છે. 23 ડિસેમ્બરના રોજ ગુજરાતના દરીયાકાંઠા નજીક અરબી સમુદ્રમાં કેમિકલ ટેંન્કર પર હમલો થયો હતો.

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાની પ્રતિક્રિયા એ વખતે સામે આવી જ્યારે અમેરિકાએ ઈરાન પર  કેમિકલ ટેંન્કરનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના શનિવારે સવારે લગભગ 10 વાગે વેરાવલથી લગભગ 200 નોટિકલ માઈલ દક્ષિણ-પશ્ચિમમાં બની હતી. જોકે આ હમલામાં કોઈ જાનહાનીના અહેવાલ નથી, પરંતુ જહાજને ઘણું નુકશાન થયું છે. પેન્ટાગોનના પ્રવક્તાના નિવેદન અનુસાર, ઈરાન તરફ થી ડ્રોન મારફતે હુમલો કરાયો હતો. લાઈબેરિયાનો ધ્વજ લહેરાવતુ પ્લુટો ડ્રોન હુમલાનો ભોગ બન્યું હતુ.

ઓઈલ ટેંન્કર પર હુમલો શનિવારે સવારે લગભગ 10 વાગે થયો હતો. ટેંન્કરમાં સવાર તમામ ક્રૂ મેંમ્બર સુરક્ષિત છે, જેમાં લગભગ 20 ભારતીય હતા. ડ્રોન હમલાથી ટેંન્કર પર આગ લાગી ગઈ હતી પરંતુ તે બુઝાઈ ગયું હતુ. જે વખતે ટેંન્કરપર હમલો થયો, ત્યારે ભારતની દરિયાઈ સીમાથી લગભગ 200 નોટિકલ માઈલ દૂર હતુ. હમલાની માહિતી મળતા જ ભારતીય નેવીએ તરત જ પ્રતિક્રિયા આપી અને એક વિમાન ટેંન્કરની સુરક્ષા માટે રવાના કર્યું હતું. અગાઉ પણ ઈઝરાયલના એક જહાજ ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જ્યારે આ બીજી ઘટનાને પગલે દુનિયાના તમામ દેશો સતર્ક બન્યાં છે.