Site icon Revoi.in

ભારતમાં ઓમિક્રોનના સંક્રમણને રોકવો મુશ્કેલઃ કેરળના તબીબે ચિંતા વ્યક્ત કરી

Social Share

દિલ્હીઃ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા સંક્રમણને રોકી શકાય તેમ નથી. કોરોનાના નવા વેરિએન્ટના કેસ દર બે દિવસે બમણા થઈ રહ્યાં છે. તેમ કેરળમાં કોવિડ-19ને લઈને બનાવવામાં આવેલી નિષ્ણાતોની સમિતિના સભ્ય ડીએસ અનિસે પણ જણાવ્યું હતું.

ડૉ. અનિસે કહ્યું, ‘વૈશ્વિક વલણો સૂચવે છે કે ઓમિક્રોન કેસ 2-3 અઠવાડિયામાં 1000 અને 2 મહિનામાં 1 મિલિયન થઈ શકે છે. ભારતમાં આ ચેપના વિસ્ફોટને રોકવા માટે અમારી પાસે એક મહિનાથી વધુ સમય નથી. આપણે આને રોકવો પડશે.’ દેશમાં મોટાભાગના કેસો પ્રવાસીઓ સંબંધિત છે.સમિતિના ડૉક્ટરે ચેતવણી આપી છે કે, ‘આપણે ભારતમાં ચેપના ફેલાવાને રોકી શકતા નથી. આપણી પાસે સિસ્ટમને ફરીથી સક્રિય કરવા માટે 1 મહિનાનો સમય છે. જો આપણે સમયસર આપણી સિસ્ટમનો ઉપયોગ કરીએ તો પણ ભારત જેવા દેશમાં ઓમિક્રોનનું સંક્રમણ વધવાની સંભાવના ઘણી પ્રબળ છે. કેરળમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 35 થી વધુ કેસ નોંધાયા છે.

ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટએ કેન્દ્ર અને વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને ચિંતામાં મૂક્યા છે. અત્યાર સુધીમાં દેશના 15 થી વધુ રાજ્યોમાં આ વેરિઅન્ટના કેસ જોવા મળ્યા છે. ઘણા રાજ્યોમાં ઓમિક્રોનના વધતા જોખમને જોતા પ્રતિબંધો પણ પાછા લગાવવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારે પણ દેશમાં લોકોને બુસ્ટર ડોઝ આપવા માટે મંથન શરૂ કર્યું છે.

ટ્રાન્સલેશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટને બૂસ્ટર ડોઝ આપવા પર અભ્યાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ અંતર્ગત શરૂઆતમાં લગભગ 3000 લોકોને બૂસ્ટર ડોઝ આપીને સંશોધન કરવામાં આવશે કે દેશમાં લોકોને વધારાની રસીની જરૂર છે કે નહીં.