Site icon Revoi.in

યોગ્ય દિશામાં તિજોરી રાખવી જરૂરી, કારણ કે તિજોરીમાં હોય છે માતા લક્ષ્મીનો વાસ

Social Share

ધન સંપત્તિ દરેક વ્યક્તિ મેળવવા માંગે છે. તેના માટે તે મહેનત પણ કરે છે. પરંતુ જો વાસ્તુ મુજબ પ્રબંધન કરવામાં આવેલુ હોય તો લક્ષ્મી ખુટતી નથી. તમારે તિજોરીને યોગ્ય દિશામાં રાખવી જોઈએ કેમ કે તેમાં લક્ષ્મીનો વાસ હોય છે. યોગ્ય દિશામાં તિજોરી રાખવાથી ઘરમાં સમૃદ્ધી આવે છે.

વાસ્તુ મુજબ ઉત્તર દિશાને લક્ષ્મી અને કુબેર દેવતાની દિશા માનવામાં આવી છે. આ દિશામાંથી ધનનું આગમન થાય છે. આ માટે જ તિજોરીને ઉત્તર દિશામાં રાખવી જોઈએ. સાથે તિજોરીને એવી રીતે રાખો કે તે ઉત્તર દિશામાં જ ખુલે. ઉત્તર દિશામાં તિજોરી ખુલવાથી ધન દૌલત વધે છે.

તિજોરીને ક્યારેય ખાલી ન રાખવી જોઈએ. કેમ કે વાસ્તુની દ્રર્ષ્ટિએ ખાલી તિજોરી અશુભ મનાય છે. જો ધન કે ઝવેરાત ન હોય તો સિક્કા રાખવા પણ તિજોરી સાવ ખાલી ન રાખવી.

તિજોરીમાં લક્ષ્મી, ગણેશ કે કુબેરની તસ્વીર રાખવાથી ફાયદો થાય છે. આ તસ્વીરો રાખવાથી તમારી તિજોરી ખાલી નહીં થાય.

તિજોરીમાં લક્ષ્મી અને કુબેરનો વાસ હોવાથી તેને હંમેશા સ્વસ્છ રાખો. અસ્તવ્યસ્ત વસ્તુઓ તિજોરીમાં ન રાખો.જ્યારે તિજોરીમાંથી નાણા કે ઝ્વેલરી નિકાળતા હોવ ત્યારે ચપ્પલ પણ ન પહેરો.

એ વાતનું હંમેશા ધ્યાન રાખો કે તિજોરી દક્ષિણ દિશામાં ન ખુલે. કેમ કે દક્ષિણ દિશાને શુભ માનવામાં આવે છે. તેનાથી ધન ઘટે છે. આ સાથે તિજોરી પશ્વિમ દિશામાં પણ ન ખુલવી જોઈએ. તેનાથી ધનનો વ્યય થાય છે.