બોલીવુડમાં વધુ એક Star Kid કરશે એન્ટ્રી, સાઈ રાજેશના ડાયરેકશનમાં બનશે ફિલ્મ
મુંબઈ બોલિવૂડ ડાન્સિંગ સ્ટાર ગોવિંદાનો પુત્ર યશવર્ધન આહુજા નિર્દેશક સાંઈ રાજેશની ફિલ્મમાં પોતાના અભિનયની શરૂઆત કરી શકે છે. બોલિવૂડમાં એવી ચર્ચા છે કે યશવર્ધન આહુજા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક સાઈ રાજેશની આગામી ફિલ્મથી અભિનયની શરૂઆત કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ એક સ્પેશિયલ લવ સ્ટોરી હશે, જે ગોવિંદાના વારસાની બીજી પેઢીને મોટા પડદા પર બતાવશે. […]