Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ ટેરર ફંડિંગ મામલે NIAના અનેક સ્થળો ઉપર વ્યાપક દરોડા

Social Share

દિલ્હીઃ નેશનલ સિક્યુરિટી એજન્સી એટલે કે આનઆઈએએ કાશ્મીરમાં અનેક સ્થળો ઉપર ટેરર ફંડિંગના મામલે છાપા માર્યા હોવાનું જાણવા મળે છે. ઉચ્ચ અધિકારા જણાવ્યા અનુસાર શ્રીનગર અને શોપિયા જિલ્લામાં ચાર સ્થળો ઉપર તપાસ કરવામાં આવી છે. એટલું જ પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળને સાથે રાખીને એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. એનઆઈએ દ્વારા તાજેતરમાં જ જાણીતા કાર્યકર ખુર્મ પરવેઝને કથિત ટેરરિંગ ફંડિંગ કેસમાં ધરપકડ કરી હતી. જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાબુદ કરવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં અનેક જિલ્લાના કેટલાક સ્થળો ઉપર એનઆઈએ અને સીઆરપીએફ સાથે મળીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. એજન્સીના સુત્રોના મતે આતંકવાદ વિરોધી તપાસ એજન્સી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-એ-ઈસ્લામીના વરિષ્ઠ સભ્યો સાથે જોડાયેલા સ્થળો ઉપર તપાસ શરૂ કરી છે. જો કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. ટેરર ફંડિંગમાં આતંકવાદી પ્રવૃતિ માટે નાણાની વ્યવસ્થા કરવામાં આવે છે. ટેરરિંગ ફંડિંગ માટે ડ્રગ્સની હેરાફેરી અને અપહરણ સહિતના ગંભીર ગુનાને અંજામ આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને ડામવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિઆન શરૂ કરવામાં આવ્યાં હતા. આ અભિયાન હેઠળ જ છેલ્લા બે મહિનામાં 10થી વધારે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. બીજી તરફ કેન્દ્ર સરકાર પણ આર્ટીકલ 370 દૂર થયા બાદ જમ્મુ-કાશ્મીરના સ્થાનિક યુવાનોને રોજગારીની સુવિધા મળી રહે તે દેશમાં કામગીરી કરી રહી છે.