Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના ડલ લેક નજીક પ્રથમવાર ફોર્મ્યુલા ફોર રેસિંગ ઈવેન્ટનું આયોજન

Social Share

નવી દિલ્હીઃ શ્રીનગરના ડલ લેક નજીક રોમાંચક ફોર્મ્યુલા ફોર રેસિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં દાલ લેક પાસે ફોર્મ્યુલા 4 કારે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જમ્મુ-કાશ્મીરના ઈતિહાસમાં પહેલીવાર ફોર્મ્યુલા-4 કાર દાલ તળાવના કિનારેથી પસાર થતા બુલેવાર્ડ રોડ પરના રસ્તાઓ પર દોડતી જોવા મળી હતી. આ ઇવેન્ટ દરમિયાન, JK ટાયર મોટરસ્પોર્ટ્સની ટીમ સ્ટન્ટ્સ અને ડ્રિફ્ટિંગનો ડેમો પણ બતાવ્યો જેણે ઇતિહાસના સાક્ષી બનવા માટે દર્શકોમાં રોમાંચક વાતાવરણ બનાવ્યું. લલિત ઘાટથી નેહરુ પાર્ક સુધીના અંદાજે 1.7 કિલોમીટર લાંબા ટ્રેક પર બુલેવાર્ડ રોડ ટુરિઝમ ડિપાર્ટમેન્ટની મદદથી આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું  કે શ્રીનગરમાં દાલ તળાવના કિનારે આયોજિત પ્રથમવાર ફોર્મ્યુલા-4 કાર શો જમ્મુ અને કાશ્મીરની સુંદરતા પ્રદર્શિત કરવામાં વધુ મદદ કરશે. ભારત મોટરસ્પોર્ટ્સ માટે વિકાસની મોટી તકો પ્રદાન કરે છે અને શ્રીનગર તે સ્થાનોમાં ટોચ પર છે જ્યાં તે થઈ શકે છે. ત્યાંના લોકોના મતે, આવા શોથી યુવાનોને આ રમત રમવા માટે પ્રોત્સાહિત થશે જ પરંતુ કાશ્મીરમાં એડવેન્ચર ટુરિઝમને પણ ફાયદો થશે.