Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ 15મી ઓગસ્ટ સુધી આતંકવાદી હુમલાની શકયતા, મંદિરોમાં સુરક્ષા વધારાઈ

Indian army soldiers stand guard near the site of a gun battle on the outskirts of Srinagar, Indian controlled Kashmir, Sunday, Nov. 1, 2020. According to police, Indian government forces killed Saifullah Mir, a top rebel commander of the region's largest rebel group, Hizbul Mujahideen which has spearheaded an armed rebellion against Indian rule for decades. (AP Photo/ Dar Yasin)

Social Share

દિલ્હીઃ ભારતીય સરહદ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનની ચાંચીયાગીરી વધી છે. જેના પગલે અવાર-નવાર પાકિસ્તાનના ડ્રોન સરહદ ઉપર જોવા મળે છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ ડ્રોનની મદદથી હથિયારો અને વિસ્ફોટ સામગ્રી જમ્મુ-કાશ્મીરમાં બેઠેલા આતંકવાદીઓને પુરી પડાતી હોવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ તા. 5મી ઓગસ્ટના રોજ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યાના બે વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. તમજ તા. 15મી ઓગસ્ટના રોજ આઝાદી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન આતંકવાદીઓ આ સમયગાળા દરમિયાન મોટા કાવતરાને અંજામ આપે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. તેમજ આતંકવાદીઓ મંદિરોને નિશાન બનાવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેથી જમ્મુ-કાશ્મીરના તમામ મંદિરોને એલર્ટ કરવામાં આવ્યાં છે. તેમજ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી જશ્ન-એ-મોહમદ્દ અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓ ભારતમાં સાંપ્રદાયિક તણાવ ફેલાવવાની તૈયારીમાં છે. જાણકારી અનુસાર જમ્મુ કાશ્મીરના મંદિરોને નિશાન બનાવી શકે છે. જેથી જમ્મુ કાશ્મીરના આ બધા જ મંદિરોને હાલ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ આતંકી સંગઠન 5 ઓગસ્ટ અને 15 ઓગસ્ટના દિવસે જમ્મુમાં મંદિરોને નિશાન બનાવવાના ફિરાકમાં છે. આતંકીઓ જમ્મુમાં મંદિરો અને ભીડ ભાડ વાળા વિસ્તારોમાં કોઈ હુમલો કરી શકે છે. 23 જુલાઇએ જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં એક ડ્રોન તોડી પડાયું હતું જેમાં વિસ્ફોટક અને અકે આઈડી પણ મળ્યું હતું. આ સમાચાર મળતા જ જમ્મુ કાશ્મીરના આ બધા જ મંદિરોને હાલ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સરહદ ઉપર પણ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા મોકલવામાં આવતા ડ્રોનને તોડી પાડવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો બોલાવવા માટે ભારતીય સેનાએ અભિયાન આરંભ્યું છે.