Site icon Revoi.in

કાબુલ હુમલોઃ ISIS-Kએ હુમલાખોરનો ફોટો કર્યો જાહેર, અફઘાની નાગરિકોએ મદદ કર્યાનો દાવો

Social Share

દિલ્હીઃ કાબુલ એરપોર્ટ ઉપર થયેલા હુમલાની જવાબદારી લઈને આઈએસઆઈએસ-કે એટલે કે ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રાંત (આઈએસકેપી)એ દાવો કર્યો છે કે, આ ધમાકામાં તેમનો હાથ છે એટલું જ નહીં ઈસ્લિમક સ્ટેટે એક તસ્વીર પણ જાહેર કરી છે. જેમાં હુમલાને અંજામ આપનારા હુમલાખોર નજરે પડી રહ્યો છે.

મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે આ તસવીર એ જ હુમલાખોરની જે જેણે કાબુલ એરપોર્ટ ઉપર ધમાકો કર્યો હતો.હુમલાખોરનું નામ અબ્દુલ રહમાન અલ લોગહરિ બતાવાયું છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે, કદાચ આ હુમલાખોર લોગાર પ્રાંતનો રહેવાસી છે. આઈએસએ આ તસ્વીરને જાહેર કરીને લખ્યું છે. આ હુમલોમાં અમેરિકી સૈનિકો અને તેમના સહયોગિયો સહિત કુલ 160 લોકોએ જીવ ગુણાવ્યો છે અને ઘાયલ થયાં છે. એટલું જ નહીં આઈએસકેપીએ કહ્યું કે, આ જીવલેણ હુમલો કરવા માટે અફઘાનિસ્તાનના સ્થાનિક લોકોએ પણ મદદ કરી હતી.

અમાક ન્યૂઝ એજન્સીના હવાલે મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે, ઈસ્લામિક સ્ટેટનો એક આતંકી અમેરિકાની સુરક્ષાને પાક કરીને એરપોર્ટ નજીક પહોંચી ગયો જ્યાં અમેરિકી સૈનિક અને તેમના સહયોગીઓ ભીડમાં હતા. ત્યાં જઈને તેણે ખુદને વિસ્ફોટથી ઉડાવી દીધો હતો. આ હુમલામાં 60થી વધારે લોકોના જીવ હયા છે અને અનેક લોકો ઘાયલ થયાં છે. મૃતકોમાં 12 અમેરિકી સૈનિક અને કેટલાક તાલિબાની પણ હતા. ઈસ્લામિક સ્ટેટનો આ હુમલાખોર અમેરિકી સેનાની ખુબજ નજીક પહોંચી ગયો હતો. સેનાથી 5 મીટર નજીક પહોંચવામાં સફળ થયા બાદ હુમલાખોરે પોતાની સાથે અનેક નિર્દોશોનો જીવ લીધો છે. એરપોર્ટની આ જગ્યા ઉપર અમેરિકા એવા લોકોના પેપરવર્ક પૂરા કરતા હતા તેમને ટ્રાન્સલેટર્સ, જાસુસોના રૂમમાં કામ કરી રહ્યાં હતા.