Site icon Revoi.in

કૉંગ્રેસમાં CM રહેલા અને દિગ્ગજ નેતાઓનું કમલમ્ શરણમ્ ગચ્છામિ, જુઓ ભાજપમાં કોને કેટલો થયો ફાયદો

Social Share

નવી દિલ્હી: દરેક ચૂંટણીએ કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા દિગ્ગજ નેતાઓની ભરમાર રહે છે. તાજેતરમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે ભાજપના કેસરિયા ખેસને ધારણ કર્યો અને તેઓ ભાજપ દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર પણ બનાવવામાં આવ્યા છે. આ નેતાઓને ભાજપમાં પોતાનું રાજકીય ભવિષ્ય ઘણું સારું દેખાયું અને તેથી તેમણે કોંગ્રેસ છોડીને કમળના શરણે જવાનું યોગ્ય માન્યું.

પરંતુ લાંબી યાદીના અભ્યાસ પરથી જોવા મળ્યું છે કે દરેક પૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રીને વૈચારીક પરિવર્તનથી કોઈ ફાયદો થયો નથી. ભાજપમાં સામેલ થનારા કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓમાં કેપ્ટન અમરિન્દરસિંહ, દિગમ્બર કામત, એસ. એમ. કૃષ્ણા, વિજય બહુગુણા, એન. કિરણ રેડ્ડી, એન. ડી. તિવારી, જગદમ્બિકા પાલ અને પેમા ખાંડૂ જેવા નામ સામેલ છે.

કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓના ભાજપમાં સામેલ થવાથી રાજકીય હલચલ પેદા કરવામાં ભગવા દળને સફળતા મળી. પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરિન્દરસિંહ ખાસા સક્રિય છે અને પોતાનો રાજકીય વારસો પોતાની પુત્રીને સોંપવા માંગે છે. જો કે ભાજપ હંમેશા વંશવાદને પ્રતોત્સાહન આપવા માંગે છે.

ઉત્તરખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય બહુગુણા ભાગ્યશાળી છે, કારણ કે ભાજપ રાજ્યમાં સત્તામાં પાછું ફર્યું છે અને તેમના પુત્ર પુષ્કરસિંહ ધામીના કેબિનેટમાં સદસ્ય છે.

પેમા ખાંડુએ અરુણાચલ પ્રદેશમાં ભાજપ માટે બહુમતી પ્રાપ્ત કરી છે. આ કારણ છે કે પેમા ખાંડુ અરુણાચલ પ્રદેશના સતત મુખ્યમંત્રી બનેલા છે.

એન. ડી. તિવારી ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચુક્યા હતા. એન. ડી. તિવારીની સેવાનિવૃત્તિની યોજના તેમના પુત્રના પુનર્વાસ માટે હતી. તેના તુરંત બાદ તેમનું નિધન થયું.

તો કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એસ. એમ. કૃષ્ણા જૈફવય અને રાજ્યની રાજનીતિની જટિલતાઓના કારણે રાજકીય રીતે નિષ્ક્રિય થઈ ચુક્યા છે. ભાજપમાં સામેલ થનારા ઘણાં પૂર્વ મુખ્યમંત્રીઓ પર પણ કેસ ચાલ્યા અને તેઓ નિષ્ક્રિય થઈ ચુક્યા છે.

તો આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, મણિપુરના સીએમ બિરેનસિંહ અને ત્રિપુરાના મુખ્યપ્રધાન માણિક સાહાની પણ એક અલગ કહાની છે. કોંગ્રેસે હિમંત બિસ્વા સરમાને સીએમ બનાવવાનો વાયદો પાળ્યો નહીં અને તરુણ ગોગોઈને મુખ્યમંત્રી તરીકે યથાવત રાખ્યા. જો કે ભાજપમાં સામેલ થયા બાદ 2021માં ફરીથી ચૂંટાયા બાદ સરમા મુખ્યમંત્રી બની શક્યા સરમા એક મુખ્યમંત્રી તરીકે  કાર્ય કરી રહ્યા છે અને પૂર્વોત્તરના રાજ્યમાં ભાજપના મુખ્ય રાજકીય પ્રબંધક તરીકે રાષ્ટ્રીય રાજનીતિમાં ઉભરી આવ્યા છે.

બિરેન સિંહે પણ કોંગ્રેસથી કિનારો કર્યો અને 2017માં ભાજપને બહુમતી પ્રાપ્ત કરાવવાના એન્જિનિયરિંગમાં મણિપુર ખાતે મદદ કરી હતી. તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને ગત મેથી મણિપુરમાં સતત હિંસા બાદ પણ તેમને હટાવવામાં આવ્યા નથી.

ત્રિપુરના સીએમ માણિક સાહા 2023માં ભાજપમાં સામેલ થયા અને બિપ્લબ કુમાર દેબના ઉત્તરાધિકારી બન્યા બાદ તેમની કિસ્મત બદલાય ગઈ.

આ સિવાય રાહુલ ગાંધીના પૂર્વ સહયોગીઓ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, આરપીએન સિંહ અને જિતિન પ્રસાદ પણ ભાજપમાં સામેલ થયા છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારને પાડવામાં કામિયાબ રહેલા સિંધિયાને કેન્દ્રીય મંત્રી બનાવાયા. જ્યારે જિતિન પ્રસાદને યૂપીની યોગી આદિત્યનાથની સરકારમાં મંત્રી પદ અપાયું છે. આર. પી. એન. સિંહને ઉત્તરપ્રદેશથી રાજ્યસભાના ઉમેદવાર બનાવાયા છે.

આ સિવાય મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેને કેન્દ્રીય મંત્રી પદ મળેલું છે. જ્યારે ઝારખંડના પૂર્વ સીએમ બાબુલાલ મરાંડીને પ્રદેશ પ્રમુખ તરીકે પાર્ટીનો ચહેરો બનાવાયા છે.