Site icon Revoi.in

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ મતગણતરીના પ્રારંભથી જ ભાજપ અને જેડીએસથી કોંગ્રેસ આગળ

Social Share

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે તા. 10મી મેના રોજ 72 ટકાથી વધારે મતદાન થયું હતું. દરમિયાન આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીના પ્રારંભથી જ કોંગ્રેસ અન્ય રાજ્યકીય પક્ષોથી આગળ ચાલી રહી હતી. દરમિયાન ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કોંગ્રેસ 110 સીટો પર, ભાજપ 71 સીટો પર અને જેડી(એસ) 23 સીટો પર આગળ છે. જો કે, હજુ મતગણતરી ચાલુ હોવાથી કઈ રાજકીય પાર્ટીનો વિજય થશે તેનું ચિત્ર ગણતરીના કલાકોમાં સ્પષ્ટ થઈ જશે. જો કે, કોંગ્રેસ 110થી વધારે બેઠકો ઉપર આગળ હોવાથી કોંગ્રેસના નેતા-કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. દરમિયાન મતગણતરીને લઈને વિવિધ રાજકીય પક્ષોના નેતા અને ઉમેદવારો ભગવાનના શરણે પહોચ્યાં હતા.

કર્ણાટકમાં આજે સવારે 8ના ટકોરે વિવિધ કેન્દ્રો ઉપર મતગણતરી શરી થઈ હતી. દરમિયાન કોંગ્રેસે ટ્રેન્ડમાં આગેકૂચ જાળવી રાખી છે. પાર્ટી બાર બહુમતના જાદુઈ આંકડાને પાર કરી રહી છે.પાર્ટીની લીડ 110 અને 116 વચ્ચે છે. બીજેપી અને જેડીએસ નુક્સાનમાં હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ 78 સીટો પર અને જેડીએસ 26 સીટો પર આગળ છે. અન્યના ખાતામાં પાંચ બેઠકો દેખાઈ રહી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને જેડીએસ સહિતના રાજકીય પક્ષોના 2615 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની મતગણતરી રહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શિમલાના જાખુ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચ.ડી. કુમારસ્વામીએ શ્રી બસવેશ્વર ઉમા મહેશ્વરી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.