Site icon Revoi.in

કર્ણાટક કોંગ્રેસના નેતાએ પાકિસ્તાન તરફી પ્રેમ વ્યક્ત કર્યો!

Social Share

બેંગ્લોરઃ દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી સંપન્ન થઈ છે અને વિવિધ રાજ્યકીય પક્ષો લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં જોતરાઈ ચુક્યાં છે. કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 3 ઉમેદવારની જીત થઈ હતી. આ દરમિયાન પાકિસ્તાન જીંદા બાદના સુત્રોચ્ચાર થયાં હતા. હવે કોંગ્રેસના એક નેતાએ પાકિસ્તાનને પડોશી દેશ તરીકેને વર્ણવીને પાકિસ્તાન તરફી પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. કોંગ્રેસના આ નેતાના નિવેદનને પગલે વિવાદ વકર્યો છે.

કર્ણાટક કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે જણાવ્યું હતું કે, ભાજપા માટે પાકિસ્તાન દુશ્મમ દેશ હોઈ શકે છે પરંતુ કોંગ્રેસ તેને માત્ર પડોશી દેશ માને છે. કોંગ્રેસ નેતાના નિવેદનને પગલે ભાજપાએ કોંગ્રેસ સામે આકરા પ્રહાર કરીને કોંગ્રેસ રાષ્ટ્ર વિરોધી ભાવનાઓને પ્રોત્સાહન આપતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે, વિવાદ વકરતા કોંગ્રેસના નેતાએ સફાઈ આપી હતી. કોંગ્રેસના નેતાએ સફાઈ આપતા કહ્યું હતું કે, પાકિસ્તાન અમારો પડોશી દેશ છે, જો તે દુશ્મન દેશ હોય તો ભાજપા પાકિસ્તાન સાથે તમામ પ્રકારના વેપાર કેમ કરે છે? BJPએ પાકિસ્તાનને દુશ્મન દેશ જાહેર કરી દેવો જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે હું રાજ્યસભાનો સભ્યો હતો ત્યારે મેં પાકિસ્તાનને દુશ્મન દેશ જાહેર કરવા માટે એક ખાનગી વિધાયક રજુ કર્યું હતું. ભાજપાએ આ વિધેયક કેમ પરત લીધું? તેવી ચેનલો સામે વિશેષાધિકાર પ્રસ્તાવ લાવવો પડશે જેમણે મારુ નિવેદન તોડી-મરોડીને રજુ કર્યું છે. હું મારા નિવેદન ઉપર અડગ છું.

ભાજપાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાન તરફી કોંગ્રેસનું વલણ કેવુ છે તે બીકે હરિપ્રસાદએ સ્પષ્ટ કરી દીધું છે. તેમણે પાકિસ્તાનને ભાજપા માટે દુશ્મન અને કર્ણાટક કોંગ્રેસ માટે સારા પડોશી બતાવીને સ્પષ્ટ કરી દીધું છે. આમ જવાહરલાલ નહેરુ અને મોહમ્મદ અલી ઝીન્ના વચ્ચેના ધનિષ્ઠ સંબંધ વર્તમાન પેઢી સુધી ચાલુ રહી છે.