Site icon Revoi.in

સુરત, અમદાવાદ બાદ હવે કેજરીવાલની સૌરાષ્ટ્ર પર નજર, રાજકોટની મુલાકાતે આવશે

Social Share

રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીમાં હલચલ શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં આપને મજબૂત કરવા દિલ્હીના મુખ્યમંત્રી 11 મેએ રાજકોટની મુલાકાતે આવી ચૂંટણી પ્રચાર કરશે. શહેરના શાસ્ત્રીમેદાન ખાતે સાંજે 5 વાગ્યે જાહેરસભા યોજાશે. આથી રાજકોટ આપના નેતાઓએ સભાસ્થળે શાસ્ત્રીમેદાનમાં સાફ – સફાઈ હાથ ધરાવી છે.

11 મેએ યોજાનાર કેજરીવાલની જાહેરસભામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના આપના મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. અરવિંદ કેજરીવાલની જાહેરસભાને લઇને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેર આપ પ્રમુખ શિવલાલ બારસિયા , ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, વાસમ સાગઠિયા, રાજભા ઝાલા સહિતના આગેવાનો તૈયારીમાં જોડાયા છે.

અરવિંદ કેજરીવાલની હાજરીમાં કોંગ્રેસ – ભાજપના કેટલાક નેતાઓ અને કાર્યકરો આપની ટોપી પહેરી પાર્ટીમાં જોડાય તેવી શજકીય હલચલ શરૂ થઈ છે. જાહેર સભા પહેલા રોડ – શો યોજાશે. ઉલ્લેખનીય છે કે જેમ પંજાબમાં મોટા મોટા વચન આપ્યા તે પ્રકારની લાલચ ગુજરાતમાં પણ આપી શકે છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના લોકોને આપ પાર્ટી તરફ વાળવા માટે મોટી મોટી જાહેરાતો પણ કરવામાં આવી શકે છે.