Site icon Revoi.in

કેજરીવાલની પત્ની સુનીતાનો ફોન પણ જપ્ત, કાઢવામાં આવ્યો ડેટા: ઈડીએ કોર્ટને શું જણાવ્યું?

Social Share

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉજ એવન્યૂ કોર્ટે ફરી એકવાર ઈડી રિમાન્ડ પર મોકલ્યા છે. કેજરીવાલને હવે પહેલી એપ્રિલ સુધી ઈડી કાર્યાલયમાં તપાસ એજન્સીના સવાલોનો સામનો કરવો પડશે. ગુરુવારે કોર્ટમાં રિમાન્ડ અરજી પર સુનાવણી દરમિયાન ઘણી મહત્વની વાત વાતો બંને પક્ષો તરફથી મૂકવામાં આવી. ઈડી તરફથી કોર્ટની સામે રજૂ કરવામાં આવેલા તથ્યોમાં એ પણ સામે આવ્યું કે તપાસ એજન્સીએ તેમની પત્ની સુનીતા કેજરીવાલનો ફોન પણ જપ્ત કર્યો છે.

ઈડીએ કેજરીવાલના રિમાન્ડને વધારવાની માગણી કરતા કહ્યું છે કે હાલ કેટલાક અન્ય આરોપીઓની સાથે તેમનો આમનો-સામનો કરાવાનો છે. તપાસ એજન્સીએ એ પણ આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ તપાસમાં સહયોગકરી રહ્યા નથી. કહેવામાં આવ્યું કે તે પોતાના ફોનનો પાસવર્ડ જણાવી રહ્યા નથી. ઈડીએ કહ્યું છે કે એક મોબાઈલ (ધરપકડ કરાવવામાં આવેલા શખ્સની પત્ની) ફોનનો ડેટા કાઢવામાં આવ્યો છે અને તેનું વિશ્લેષણ થઈ રહ્યું છે. જો કે અન્ય 4 ડિજિટલ ડિવાઈસિસઝ (જે ધરપકડ કરાયેલા વ્યક્તિ સાથે જોડાયેલા છે)નો ડેટા કાઢવાનો બાકી છે. તે પોતાનો પાસવર્ડ અને લોગ ઈન ડિટેલ આપવા માટે પોતાના વકીલો સાથે વાત કરવા ચાહે છે.

મહત્વપૂર્ણ છે કે 21 માર્ચે કેજરીવાલને એરેસ્ટ કરતા પહેલા ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રીના ઘરે દરોડા પાડયા હતા. કોર્ટે તેમના ઘરેથી કેટલાક ડિજિટલ ડિવાઈસ અને દસ્તાવેજ જપ્ત કર્યા હતા. કેજરીવાલને દારૂ ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અદાલતમાં સુનાવણી દરમિયાન ખુદ દલીલ આપી અને કહ્યુ કે દેશની સામે આમ આદમી પાર્ટીના ભ્રષ્ટ થવાની ખોટી તસવીર રજૂ કરાય રહી છે. તેમણે આ દલીલ ત્યારે આપી, જ્યારે ઈડીએ તેમને કાવેરી બાવેજાની સ્પેશયલ કોર્ટમાં રજૂ કરી. ઈડીએ કેજરીવાલની વધુ સાત દિવસની કસ્ટડીનો અનુરોધ કરતા કહ્યું છે કે મામલા સાથે જોડાયેલા કેટલાક લોકોથી તેમનો આમનો-સામનો કરાવવાની જરૂરત છે.  કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ નિર્ણય કેટલાક સમય માટે સુરક્ષિત રાખ્યો. બાદમાં કોર્ટે રિમાન્ડને એક એપ્રિલ સુધી લંબાવવાનો નિર્ણય સંભળાવ્યો છે.